કેરળ
કેરળ હાઈકોર્ટે ગુરુવારે બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો. જાે કોઈ પુરુષ પહેલેથી જ પરિણીત મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપે છે અને ત્યારબાદ તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાય છે તો તે ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર) ની કલમ ૩૭૬ હેઠળ બળાત્કારની જાેગવાઈઓમાં માન્ય ગણાશે નહીં. જસ્ટિસ કૌસર ઈદાપ્પાગથની સિંગલ બેન્ચે ૨૦૧૮માં કોલ્લમ જિલ્લામાં પોલીસ દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસને રદિયો આપ્યો હતો અને અવલોકન કર્યું હતું કે જાે કોઈ પરિણીત મહિલાએ તે જાણીને સ્વેચ્છાએ પુરુષ સાથે સેક્સ કર્યું હોય કે તે પરિણીત છે અને તે તેની સાથે કાયદેસરના લગ્ન કરી શકે નહીં તો તેને બળત્કાર માનવામાં આવશે નહીં. પ્રોસિક્યુશનનો કેસ એવો છે કે આરોપીએ લગ્નના ખોટા વચન હેઠળ ઓસ્ટ્રેલિયા અને દેશમાં અરજદારનું અનેકવાર જાતીય શોષણ કર્યું હતું. તેણીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે આરોપી દ્વારા વારંવાર લગ્નનું વચન આપ્યા બાદ તેણીએ શારીરિક સંબંધ માટે સંમતિ આપી હતી. પરિણીત હોવા છતાં મહિલા તેના પતિથી અલગ છે અને છૂટાછેડા માટે તેણે રજીસ્ટર પણ કર્યું છે. કોર્ટે કહ્યું કે અરજદારના વિગતવાર નિવેદનને જાેતા સ્પષ્ટ થાય છે કે જાતીય સંબંધો સહમતિથી થયા હતા. તેણે કહ્યું હતું કે લગ્નનું વચન કેસમાં મનાય ગણાશે નહીં, કારણ કે મહિલા પરિણીત છે અને તે સારી રીતે જાણતી હતી કે કાયદા હેઠળ કાયદેસર લગ્ન શક્ય નથી. “આનો અમલ ન કરી શકાય તેવું અને ગેરકાયદેસર વચન ૈંઁઝ્રની કલમ ૩૭૬ હેઠળ કાર્યવાહીનો આધાર હોઈ શકે નહીં. આરોપી પર એવો કોઈ કેસ નથી કે તેણે સેક્સ કાયદેસર લગ્નની માન્યતાને પ્રેરિત કર્યા પછી કર્યું હતું. છેતરપિંડીના ગુનાને દાખલ કરવા માટે કોઈ પુરાવા કે મુદ્દા નથી તેમ કહી કોર્ટે કેસ રદ કર્યો હતો. ગયા મહિને સમાન કેસમાં તે જ બેન્ચે ચુકાદો આપ્યો હતો કે જાે મહિલાને ખબર હોય કે પુરુષ પહેલેથી જ પરિણીત છે અને તેણે તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખ્યા છે, તો લગ્ન કરવાના ખોટા વચનો પર બળાત્કાર અટકશે નહીં. કોર્ટે રાજ્યની રાજધાનીના ૩૩ વર્ષીય વ્યક્તિ સામેનો કેસ રદ કર્યો હતો.
