કેરળ
કેરળના એક વ્યક્તિ સામે તેની કાર પર ઝૂકીને ઊભા રહેલા છ વર્ષના બાળકને લાત મારવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં વાહનોની અવરજવર વાળા રસ્તા પર એક સફેદ કાર સામે ઝૂકીને ઊભેલો એક છોકરો જાેઇ શકાય છે, જ્યારે ડ્રાઇવર બહાર નીકળે છે, છોકરાને કંઈક કહે છે અને તેને છાતીમાં લાત મારે છે. આ છોકરો જે રાજસ્થાનના એક સ્થળાંતરિત કામદાર પરિવારનો છે, ચૂપચાપ ત્યાંથી ખસી જાય છે અને તે વ્યક્તિ તેની કારની અંદર પાછો બેસી જાય છે. ત્યાર બાદ તરત જ કેટલાક સ્થાનિક લોકો કારની આસપાસ એકઠા થઇને ડ્રાઇવરની પૂછપરછ કરતા જાેઇ શકાય છે. આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઇ જાય છે. પોલીસે પોનિયામ્પલમના રહેવાસી શિહશાદ નામના શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે બનેલી આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શી એવા એક યુવાન વકીલે પોલીસને જાણ કરી હતી. શિહશાદને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. પરંતુ તેને છોડી દેવામાં આવ્યો હતો. જેથી સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતા. જાે કે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ન્યૂઝ ચેનલોએ પણ આ ફૂટેજને પબ્લિક સામે રજૂ કરી હતી. શુક્રવારે સવારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો. શુક્રવારે સવારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો. વિધાનસભા અધ્યક્ષ અને થેલેસરીના ધારાસભ્ય એએન શમસીરે કહ્યું કે, ટૂંક સમયમાં કેસ નોંધવામાં આવશે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના પર આઘાત વ્યક્ત કરતાં રાજ્યના શિક્ષણ પ્રધાન વી શિવાનકુટ્ટીએ કહ્યું હતું કે માનવતા એવી વસ્તુ નથી કે જેને તમે દુકાનોમાંથી ખરીદી શકો. એક વ્યક્તિએ કમેન્ટ કરી છે કે, “છ વર્ષના બાળકને કાર પર ઝૂકીને સૂવા બદલ લાત મારવી એ કેટલું ક્રૂર છે. તમામ કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. મંત્રીએ એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જાેઈએ.