કેરલ
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના હેઠળ ય્ઈમ્ એન્જિનિયર્સ એસોસિએશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો મેનેજમેન્ટને લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે હડતાળની નોટિસ પાઠવવામાં આવી જેમાં ૧૮ એપ્રિલથી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પડતર પ્રશ્નોમાં મુખ્યત્વે સરકાર દ્વારા નિયત કરેલ સ્ટાફ સેટઅપનુ સંપૂર્ણપણે અમલીકરણ, જુનિયર ઈજનેરની ભરતીની પરીક્ષા લેવાઈ ગઈ હોવા છતાં પણ ભરતી અટકી છે અને અન્ય કેડરમાં ખાલી પડેલ જગ્યાની ભરતી તથા ડિવિઝન, સર્કલ અને ઝોનનુ બાયફરગેશનની અપ્રુવલ હજુ સુધી પડતર છે જે સત્વરે મંજૂર કરવાની માંગણી કરવામાં આવી છે. જેના અનુસંધાને આજ દિન સુધી કોઈ પણ પ્રકારની હકારાત્મક કાર્યવાહી ન થતા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિને અંતિમ આંદોલનના પગલા લેવાની ફરજ પડી છે. ય્ઈમ્ ઈહખ્તૈહીીજિ છજર્જષ્ઠૈટ્ઠંર્ૈહના ઉપપ્રમુખ જેટકો એ. આર પ્રજાપતિએ જણાવ્યુ કે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારનુ નિરાકરણ ન આવતા છેવટે જેટકોના અધિકારીઓ અને વીજ કર્મચારીઓ દ્વારા અંતિમ આંદોલન માટે હવે સૂત્રોચ્ચાર, વર્ક ટુ રૂલ અને માસ સીએલની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતની તમામ જેટકો ઑફિસ, સબસ્ટેશનમાં ૧૮ અને ૧૯ એપ્રિલે સૂત્રોચ્ચાર કરવામાં આવશે. ૨૦ અને ૨૧ એપ્રિલ સુધી વર્ક ટુ રુલ અને ૨૨ એપ્રિલથી તમામ મેમ્બર્સ દ્વારા માસ સીએલ(સામૂહિક રજા) મૂકી અંતિમ આંદોલન એટલે કે લાઈટનિંગ સ્ટ્રાઈક સુધીના પગલાં લેવાની ફરજ પડશે.
