Kerala

પ્રદર્શનકારીઓએ વિઝિંજમ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો, ૩૬ પોલીસ કર્મચારીઓ થયા ઘાયલ

કોચ્ચી
કેરળમાં અદાણી પોર્ટની વિરુદ્ધમાં થઇ રહેલાં પ્રદર્શને હિંસક રૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓએ વિઝિંજમ પોલીસ સ્ટેશન પર રવિવાર રાતે હુમલો કરી દીધો. તેમાં ૩૬ પોલીસવાળા ગંભીર રૂપે ઘાયલ થયા છે. બધાની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હકીકતમાં, વિઝિંજમમાં લોકો અદાણી પોર્ટ ન બનવા દેવા ઇચ્છતા હતા. તેના વિરોધમાં ૧૨૦ દિવસોથી પ્રોટેસ્ટ કરી રહ્યા છે. રવિવારે પોલીસે ૫ લોકોને એરેસ્ટ કર્યા. ત્યાર બાદ લોકોએ ગુસ્સામાં આવીને પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો. રિપોર્ટ્‌સ અનુસાર ભીડ એટલી ગુસ્સામાં હતી કે લાકડીઓ અને પથ્થરોથી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો. પોલીસની ગાડીઓમાં આગ લગાવી દીધી. તેનાથી પોલીસની ચાર જીપ, બે વાન અને ૨૦ મોટરસાઇકલને નુકસાન થયું હતું. પોલીસ સ્ટેશનમાં ફર્નિચર અને જરૂરી દસ્તાવેજાેનો નાશ કરી દીધો છે. પોલીસ સ્ટેશન પર હુમલા બાદ એરિયામાં તણાવપૂર્ણ સ્થિતિ છે. ત્યાં ૨૦૦ વધારે પોલીસ કર્મચારીને મૂકી દેવામાં આવ્યા છે. વિઝિંજમમાં લોકો અદાણી પોર્ટના નિર્માણને રોકવા અને તટની કપાતના અધ્યયનની માંગણી કરી રહ્યા હતા. તેમાં સ્થાનિક લોકો, માછીમારો અને લેટિન વિઝિંજમ પોલીસે રવિવારે લેટિન આર્ક બિશપ થોમસ જે નેટ્ટો અને અન્ય પાદરીઓ સહિત ૫૦ પ્રદર્શન કરનાર વિરુદ્ધ મામલો દાખલ કર્યો. એફઆઇઆરમાં ષડ્યંત્ર રચવા અને હિંસામાં સામેલ હોવાની વાત કહી ગઇ છે. ત્યાર બાદ પોલીસે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા અને હિંસા ભડકી ઊઠી.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *