Ladakh

લદ્દાખમાં ભારતીય સેનાનું વાહન નદીમાં પડતાં ૭ સૈનિકોના મોત

લદ્દાખ
લદ્દાખના તુરતુક સેક્ટરમાં એક રોડ અકસ્માતમાં ભારતીય સેનાના ૭ જવાનોએ જીવ ગુમાવ્યો છે. અન્ય જવાનોને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત દરમિયાન ગાડીમાં કુલ ૨૬ સૈનિકો હાજર હતા. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ ગંભીરરૂપથી ઘાયલ જવાનોને ભારતીય વાયુસેનાની મદદથી હાયર સેન્ટર રેફર કરવામાં આવ્યા. સેનાના સૂત્રો પાસેથી આ વાતની જાણકારી મળી છે. સૂત્રોના હવાલેથી ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર અને દેખભાળ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેના અંતગર્ત વધુ ગંભીર લોકોને ભારતીય વાસુસેના દ્રારા પશ્વિમી કમાનમાં સ્થળાંતરીત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ અકસ્માત ત્યારે સર્જાયો હતો જ્યારે ૨૬ જવાન પરતાપુરમાં ટ્રાંજિટ કેમ્પમાંથી સબ સેક્ટર હનીફ તરફ આગળ વધી રહ્યા હતા. સમાચાર છે કે સવારે ૯ વાગે થોઇસથી લગભગ ૨૫ કિમી દૂર ગાડી અચાનક લપસી ગઇ અને લગભગ ૫૦-૬૦ ફૂટ ઉંડી શ્યોક નદીમાં ખાબકી ગઇ. આ અકસ્માતમાં તમામ સવાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

India-Ladakh-Major-accident-in-Ladakh-7-soldiers-killed-when-vehicle-fell-into-river-rescue-operation-started.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *