મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશ સરકારે કહ્યું કે, રાજ્યના પોલીસકર્મીઓને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જાેવા માટે રજા આપવામાં આવશે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ભોપાલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના પોલીસકર્મીઓને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જાેવા માટે રજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, પોલીસ મહાનિર્દેશક સુધીર સક્સેનાને પોલીસકર્મીઓને રજા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કાશ્મીરી હિન્દુઓના નરસંહાર અને હિજરત પર આધારિત આ હિન્દી ફિલ્મના પ્રદર્શન માટે રાજ્યમાં કર મુક્તિ માટે નિર્દેશ આપ્યો હતો. જેના પાલનમાં તે જ દિવસે આદેશો જારી કરવામાં આવ્યા હતા. કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર આ છૂટ ૧૪ માર્ચથી ૧૩ સપ્ટેમ્બર સુધી રહેશે. ફિલ્મ પર આપવામાં આવેલી મુક્તિમાં વળતરનો લાભ લેવા રાજ્ય ગુડ્સ સર્વિસ ટેક્સની રકમ બાદ કર્યા પછી સંબંધિત સિનેમાઘરો/મલ્ટીપ્લેક્સ દ્વારા ટિકિટનું વેચાણ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રીએ કર્યું છે. ચૌહાણે રવિવારે ટ્વીટ કર્યું હતું કે, ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરી હિંદુઓ દ્વારા સહન કરવામાં આવેલી પીડા, વેદના, સંઘર્ષ અને આઘાતનું હૃદયસ્પર્શી વર્ણન આપે છે. તેમણે કહ્યું કે, તેને વધુને વધુ લોકો દ્વારા જાેવાની જરૂર છે. તેથી મધ્યપ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો. આ ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલ છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત, કાશ્મીરી હિન્દુઓના નરસંહાર અને હિજરત પરની ફિલ્મ ૧૧ માર્ચે રિલીઝ થઈ હતી. તેમાં અનુપમ ખેર, પલ્લવી જાેશી અને મિથુન ચક્રવર્તી છે.
