ઉજજૈન
મધ્યપ્રદેશના ઉજજૈનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧ ઓકટોબરે મહાકાલેશ્વર મંદિરમાં ૯૦૦ મીટર લાંબા શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું હતું હવે સરકારે ભકતોની સુવિધાને ધ્યાનમાં રાખતા ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મહાકાલેશ્વર મંદિર સુધી બે કિલોમીટર લાંબા રોપ વે બનાવવાનો નિર્ણય કર્યો છે.મધ્યપ્રદેશ નગર નિગમ અને આવાસ મંત્રી ભુપેન્દ્ર સિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પ્રદેશમાં ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મહાકાલ મંદિર સુધી ૨૦૯ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર બે કિલોમીટર લાંબા રોપ વેન ા નિર્માણને મંજુરી આપી દીધી છે.રોપ વેનું નિર્માણ જુલાઇ ૨૦૨૩થી શરૂ થશે અને રોપ વે સ્ટેશન પર ફુડ જાેન,પ્રતીક્ષાલય શોચાલયની સાથે બસ અને કાર પાર્કિગની સુવિધા પણ હશે. આ રોપ વે તૈયાર થયા બાદ શ્રધ્ધાળુ ઉજજૈન રેલ્વે સ્ટેશનથી માત્ર પાંચ મિનિટમાં મહાકાલેશ્વર મંદિર પહોંચી શકશે તેનો અર્થ છે કે ભકત પાંચ મિનિટમાં બે કિલોમીટરનું સફળ નક્કી કરી શકશે આ રોપ વે માટે ભુપેન્દ્રસિંહે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો છે.તેમણે એક ટ્વીટમાં કહ્યું ગડકરી જી, ઉજજૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર અને શ્રી મહાકાલ લોક સુધી શ્રધ્ધાળુઓને સગવડ પહોંચાડવાનો આપનો આ નિર્ણય પ્રશંસનીય છે આભાર આ પહેલે ડબલ એન્જીન સરકારના લાભને જીવંત કરી ઉજજૈનને એક મોટી સાંસ્કૃતિક કેન્દ્રના રૂપમાં વિકસીત કરવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે. ઉજજૈનનું મહાકાલેશ્વર મંદિર દેશના ૧૨ જયોર્તિલિંગોમાંથી એક છે અને દેશભરમાંથી મોટી સંખ્યામાં ભકત નિયમિત રીતે શહેરમાં આવે છે. મહાકાલ લોક સવાલે છ વાગ્યાથી શ્રી મહાકાલેશ્વર જયોર્તિલિંગની શયન આરતી સુધી એટલે કે ૧૧ વાગ્યા સુધી શ્રધ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે


