Madhya Pradesh

ગ્લાલિયરના સિરોલ વિસ્તારમાં બાજપાઇની યાદમાં સ્મારક બનાવાશે

ગ્લાલિયર
મધ્યપ્રદેશ સરકારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇની યાદમાં બનનાર સ્મારક માટે ગ્વાલિયરમાં ચાર હેકટરથી વધુ જમીનની ફાળવણી કરી છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્મારક નવી કલેકટ્રેટની પાસે બનાવવામાં આવશે અને તેમાં અટલજીથી જોડાયેલ સામગ્રીનું પ્રદર્શન થશે. ગ્વાલિયર તાલુકાના કમિશ્નર દીપક સિંહે કહ્યું કે ગ્વાલિયરના જીલાધિકારી પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી બાજપાઇ સ્મારકની સ્થાપના માટે પ્રસ્તાવ આપ્યો હતો.સ્મારક માટે સિરોલ વિસ્તારમાં જમીન આપવામાં આવી છે આ સ્મારક લગભગ ૪,૦૫૦ હેકટર જમીન પર બનશે. અધિકારી દીપક સિંહે કહ્યું કે જમીન ફાળવણીનો પ્રસ્તાવ તાલુકા સ્તરીય નજુલ સમિતિમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર નગર નિગમ અને ટાઉન અને કંટ્રી પ્લાનિંગ વિભાગે પણ પોતાની સહમતી આપી દીધી છે અને કોઇએ સમયાવધિમાં વાંધો પણ ઉઠાવ્યો ન હતો તેમણે કહ્યું કે આ સ્મારક માટે ગ્વાલિયરમાં લગભગ ૪,૦૫૮૦ હેકટર જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. મઘ્યપ્રદેશના ગ્વાલિયરમાં ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ જન્મેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇએ વડાપ્રધાનના રૂપમાં ત્રણ વાર દેશની સેવા કરી અને ૧૬ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ નવીદિલ્હીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં રાજયના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગત વર્ષ ૧૬ ઓગષ્ટે બાજપાઇની ત્રીજી પુષ્ણતિથિ પર તેમના જન્મ સ્થાન ગ્વાલિયરમાં તેમની યાદમાં એક ભવ્ય સ્મારકને બનાવવાની જાહેરાત કરી.આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગ્વાલિયરમાં એવું સ્મારક બનાવવામાં આવશે જે પ્રેરણા આપવાનું કામ કરશે તેમણે કહ્યું હતું કે અટલજીના આદર્શોના અનુરૂપ અને પીએમ નરેન્દ્ર મોદીના કુશલ નેતૃત્વમાં વૈભવશાળી ભારતનું નિર્માણ થઇ રહ્યું છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *