મધ્યપ્રદેશ
પોલીસકર્મી દ્વારા વૃદ્ધા સાથે મારામારી કરવામાં આવેલો આ વીડિયો ૨૭ જુલાઇનો છે. બપોરના સમયે રેલવે પ્લેટફોર્મ પર એક કોન્સેટબલે વૃદ્ધા સાથે બેરહેમીથી મારા મારી કરી હતી. આ ઘટનાનો કોઈએ વીડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે કોન્સ્ટેબલ અનંત મિશ્રા રીવાનો રહેવાસી છે. ઘટાનાના દિવસે તે જબલપુરથી રીવા જઈ રહ્યો હતો. જીઆરપી થાના પ્રભારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી છે કે, જે શખ્સની સાથે પોલીસકર્મીએ મારામારી કરી રહ્યો હતો, તે દારૂના નશામાં પ્લેટફોર્મ પર યાત્રીઓ સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો. જ્યારે કોન્સ્ટેબલે તે શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો તો નશામાં ધૂત તે શખ્સ પોલીસકર્મી સાથે માથાકૂટ કરવા લાગ્યો. ત્યારબાદ પોલીસકર્મીએ તેની સાથે મારામારી કરી હતી. જબલપુર રેલવે પોલીસની એએસપી પ્રતિમા પટેલે જણાવ્યું કે આરોપી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.મધ્ય પ્રદેશના જબલપુરમાં એક વૃદ્ધાની સાથે પોલીસકર્મી દ્વારા બર્બરતા પૂર્વક મારામારી કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ રેલવે પ્રશાસન હરકતમાં આવ્યું. પોલીસકર્મીએ વૃદ્ધાને કોઈ વાતને લઇને લાતો-મુક્કાથી ક્રુરતાથી માર માર્યો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ રેલવે પ્રશાસનમાં ભૂકંપ આવી ગયો થછે. આ વીડિયો જબલપુર રેલવે પ્લેટફોર્મ નંબર ૫ નો છે. આરોપી કોન્સ્ટેબલ અનંત મિશ્રાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
