Madhya Pradesh

ભોપાલની મસ્જિદના ગૂંબજ પરથી સોનાનું કળશ ચોરાઇ ગયું

ભોપાલ
ભોપાલની ઐતિહાસિક મોતી મસ્જિદના ગુંબજ પરનું કળશ ચોરાઇ ગયું છે. ચોરીની આ ઘટના બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિમાં બની હોવાનું જાણવા મળ્યું છે.મસ્જિદ કમિટીએ જણાવ્યું કે ચોરીમાં એકથી વધુ વ્યક્તિઓનો હાથ છે. એકલી વ્યક્તિ કળશની ચોરી કરી શકે નહી. આ મામલે હ્લૈંઇ નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ ચોરોને પકડી લેવામાં આવશે. નવાઇની વાત એ છે કે મસ્જિદનું ગુંબજ ખાસ્સું ઉંચુ છે અને કળશ વજનદાર હતું, આમ છતા ચોરો કેવી રીતે ચોરી કરીને લઇ ગયા હશે? મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલી ઐતિહાસિક ૧૫૦ વર્ષ જૂની મોતી મસ્જિદના ગુંબજ પરથી કળશની ચોરી થઈ છે. ગુરુવારે સવારે જ્યારે મસ્જિદમાં કળશ ન દેખાતા તે ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ મામલે મસ્જિદ કમિટી દ્વારા હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ ચોરોને પકડી લઈશું. ગુરુવારે સવારે જ્યારે મસ્જિદના ચોકીદારની ગુંબજ તરફ નજર ગઇ ત્યારે તેની આંખો ફાટી ગઈ હતી. ગુંબજ પરનો એક કળશ ગાયબ હતો. તેણે તરત જ મસ્જિદ કમિટીને આની જાણ કરી. કમિટીના સભ્યએ તપાસ કરતાં કળશ ગાયબ જણાયો હતો. મસ્જિદના ગુંબજ પર ત્રણ કળશ હતા, તેમાંથી એકની ચોરી થઇ છે. ચોરીની ઘટના અંગે મસ્જિદ કમિટીએ તલૈયા પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરીને ચોરીની હ્લૈંઇ નોંધી હતી. તલૈયા પોલીસ સ્ટેશનના નાગેન્દ્ર પટેરિયાનું કહેવું છે કે આ ચોરી બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિમાં થઈ છે અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. કળશની ચોરી અંગે મસ્જિદ કમિટીના સભ્યોનું કહેવું છે કે ગુંબજ પરનો કળશ હલકો નથી, તેનું વજન ઘણું છે. ચોરી કરવી એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. ચોક્કસ ઘણા લોકો આ કામ સાથે સંકળાયેલા છે. કળશ કિંમતી ધાતુથી બનેલો છે. મોતી મસ્જિદના પરિસરમાં ઘણા ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ તેના પાછળના ભાગમાં ઝ્રઝ્ર્‌ફ લગાવવામાં આવ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે ચોરો આ માર્ગથી મસ્જિદમાં ઘૂસ્યા હતા અને કળશની ચોરી કરીને આરામથી ફરાર થઈ ગયા હતા.મોતી મસ્જિદ ૧૫૦ વર્ષથી વધુ જૂની મસ્જિદ છે. આ મસ્જિદ વર્ષ ૧૮૬૮માં કડાસિયા બેગમની પુત્રી સિકંદર જહાં બેગમ દ્વારા બનાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *