Madhya Pradesh

ભોપાલમાંથી એટીએસે ૬ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી

ભોપાલ
ભોપાલમાંથી બે આતંકવાદીની ધરપકડ બાદ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી એટીએસએ ૬ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. આ પૈકી બે આતંકવાદી એશબાગ વિસ્તારની ફાતિમા મસ્જિદની નજીક ભાડેથી રહેતા હતા. તેમની માહિતીને આધારે કરોંદ વિસ્તારની ખાતિમા મસ્જિદ નજીક એક ઘરમાં રહેતા ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આ લોકો પાસેથી વિવાદાસ્પદ પુસ્તકો અને લેપટોપ મળી આવ્યા છે. ગુપ્તચર એજન્સી તેમની પૂછપરછ કરી રહી છે. મધ્ય પ્રદેશ એટીએસને માહિતી મળી હતી કે ભોપાલમાં કેટલાક આતંકવાદી છૂપાયેલા છે. પૂછપરછ બાદ શનિવારે મોડી રાત્રે ૩ઃ૩૦ વાગે પોલીસ એશબાગ પહોંચી હતી અને એક બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા. અહીંથી બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. મકાન માલિક નાયાબ જહાંએ જણાવ્યું કે રાત્રે આશરે ૩ઃ૩૦ વાગ્યાનો સમય હતો. અમે લોકો રૂમમાં ઉંઘી રહ્યા હતા. ત્યારે અચાનક અવાજ આવવા લાગ્યો. ભાડુઆતોના રૂમમાંથી ભારે અવાજ આવવા લાગ્યો હતો. ઘરની સામે ભીડ એકત્રિત થઈ હતી. મને જાેઈને પોલીસે કહ્યું કે તમે અંદર જાઓ. મે પૂછ્યું- કહો તો ખરા શું થયું છે? પોલીસે કહ્યું- અંદર જાઓ. પાણી પીવો. કંઈ જ થયું નથી. મકાન માલિક નાયાબ જહાંએ કહ્યું કે આ વિસ્તારમાં રહેલા સલમાન કોમ્પ્યુટર મિકેનિક છે. આશરે ત્રણ મહિના અગાઉ તેણે પોતાનો પરિચય અહેમદ તરીકે કરાવી મકાન ભાડે માગ્યું હતું. સલમાને કહ્યું કે અહેમદ આલિમ (ધાર્મિક શિક્ષણ) અભ્યાસ કરાવે છે. મકાન ખાલી હતું, માટે તે તેમને કહ્યું કે મે મહિને સાડા ત્રણ હજાર રૂપિયા ભાડુ માગ્યું. અહેમદે હંમેશા રોકડેથી જ ભાડુ આપ્યું હતું. પડોશમાં રહેતા શાહિદાએ કહ્યું કે બન્ને શંકાસ્પદ આતંકવાદીઓ આશરે દોઢ વર્ષથી નાયાબ જહાંના મકાનમાં રહેતા હતા. તેમણે કહ્યું કે આ મકાનની નજીક એક છોકરી પણ ભાડેથી રહેતી હતી. શંકાસ્પદ આતંકવાદી આ છોકરીને રાશન-પાણી પૂરા પાડતા હતા. જે તેમને રસોઈ કરીને આપતી હતી. જાેકે તે ૧૧ મહિના અગાઉ મકાન ખાલી કરીને જતી રહી છે. મકાન માલિક નાયાબ જહાંના જણાવ્યા પ્રમાણે અહેમદે મકાન એકલા રહેવા માટે ભાડે લીધું હતું. આશરે બે સપ્તાહ બાદ અહેમદ સાથે અન્ય એક છોકરો પણ રહેવા લાગ્યો હતો. તે મુફ્તિ સાહેબ નામથી જાણીતો હતો. સૌ તેને મુફ્તી સાહેબ કહેતા હતા. મકાન આપતી વખતે બે સપ્તાહ બાદ અહેમદથી તેનું આધાર કાર્ડ માગવામાં આવ્યું હ્‌તું. આ અંગે અહેમદે બે સપ્તાહ બાદ મકાન ખાલી કરી નાંખવાની વાત કહી હતી. બે સપ્તાહ બાદ મકાન ખાલી નહીં કરતા તેની પાસેથી ફરીથી આધાર કાર્ડ માગવામાં આવ્યું. ત્યારે તે બહાના બતાવવા લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *