Madhya Pradesh

મધ્યપ્રદેશના ઈન્દોરના બંધ મકાનમાંથી બળેલા હાડપિંજર મળ્યું, લોકોને તાંત્રિક વિધિની આશંકા

મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એમ.જી રોડ વિસ્તારમાં સંગીરૃત કૉલેજ પાસે ખાલી પડેલી ઇમારતમાંથી એક બળેલી લાશ મળી આવતા ચર્ચા સનસનાટી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી છે. પોલીસને સંપૂર્ણ રીતે બળેલી લાશ મળી આવી છે. આ સાથે લાશથી થોડે પૂજાની સામગ્રી અને ખાવાની વસ્તુઓ પણ મળી આવી છે. જેના કારણે મેલી વિદ્યા દ્વારા બલી ચઢાવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે લાશને પીએમ માટે મોકલાવી છે, જાેકે લાશ બળી ગઈ હોવાથી તેની ઓળખ થઈ શકે તેમ નથી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઈન્દોરના એમજી રોડ પોલીસ સ્ટેશનને આ વિસ્તારની મ્યુઝિક કોલેજ પાસે એક ખાલી ઈમારતમાં એક લાશ પડી હોવાની માહિતી મળી હતી. આ ખાલી બિલ્ડીંગમાં વારંવાર કચરો ભેગો થતો હોય છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી તો બળેલી લાશ લગભગ હાડપિંજર બની ગઈ હતી. ત્યારબાદ પોલીસે તરત જ મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સાથે જ આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસને સ્થળ પરથી નારિયેળ અને પૂજા સામગ્રી મળી આવી છે. સ્થળ પરથી ખાદ્ય સામગ્રી પણ મળી આવી છે. આ તમામ સામાન મૃતદેહથી થોડે દૂરથી મળી આવ્યો છે. મૃતદેહ પાસે મળેલી સામગ્રીને ધ્યાનમાં રાખીને લોકોએ તાંત્રિક વિધિ અને બલી ચઢાવ્યાની આશંકા વ્યક્ત કરી છે. જાે કે ઘટનાસ્થળે કોઈ વ્યક્તિને આવતા-જતા જાેયા નથી. જે બિલ્ડીંગમાં આ હાડપિંજર મળ્યું હતું ત્યાં એક સુરક્ષા ગાર્ડ પણ રહેતો હતો. પરંતુ તે સમગ્ર ઘટનાથી અજાણ છે. આ હત્યા કેસ અને હાડપિંજરનો ભેદ ઉકેલવો પોલીસ માટે સરળ તો નથી. લાશ સંપૂર્ણપણે બળી ગઈ હોવાને કારણે તે મહિલાની છે કે પુરુષની તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ તેની ઓળખ થઈ શકશે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પોલીસ ભૂતકાળમાં ઇન્દોર અને આસપાસના વિસ્તારોમાં નોંધાયેલા અપહરણ અને ગુમ થવાના અહેવાલો વિશે માહિતી એકત્રિત કરી રહી છે. જાે કે, આ પહેલો કિસ્સો નથી કે જ્યારે કોઈ લાશ બળેલી હાલતમાં મળી હોય. અગાઉ ખજરાણા વિસ્તારમાં પણ એક મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યો હતો. એક વર્ષ વીતી જવા છતાં તેની ઓળખ થઈ શકી નથી. તેની હત્યાનું કારણ અને હત્યારાઓ વિશે કોઈ માહિતી મળી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *