Madhya Pradesh

મધ્યપ્રદેશના એક છોકરાને લગાવી દીધું ઘોડાવાળું ઇંજેક્શન, પછી હોસ્પીટલમાં દાખલ

મધ્યપ્રદેશ
શોર્ટકટના ચક્કરમાં ઘણીવાર એટલું નુકસાન થાય છે કે જેનો અંદાજાે લોકોને રહેતો નથી. તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ઇન્ડોરમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક છોકરાના શરીરમાં ઘોડાનું ઇંજેક્શન લગાવી દીધું. ત્યારબાદ તેની હાલત એટલી ખરાબ થઇ ગઇ કે તેને હોસ્પિટલમાં ભરતી કરાવવો પડ્યો. આ બધુ ત્યારે થયું જ્યારે છોકરો સિક્સ પેક એબ્સ બનાવવા માટે સપ્લીમેંટ માટે એક દુકાનદાર પાસે ગયો હતો. જાેકે આ ઘટના મધ્ય પ્રદેશના ઇન્દોરની છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર એક છોકરો જીમ જતો હતો અને તે સારી બોડી બનાવવા માંગતો હતો. કોઇની સલાહ પર તેણે વિચાર્યું કે જિમની સાથે સાથે તેને કેટલાક પ્રોટી અને સપ્લીમેંટ પણ લેવા જાેઇએ. ત્યારબદ તે એક દુકાન પર ગયો જ્યાં તેને દુકાનદારે દાવો કર્યો કે પ્રોટીન પાઉડર અને ઇંજેક્શન લગાવ્યા બાદ શરીરમાં ચેંજ થવા લાગશે, બે મહિના બાદ આ અંતર જાેવા મળશે. ત્યારબાદ આ દુકાનદારે તેને કહ્યા વિના ઘોડાવાળું ઇંજેક્શન લગાવી દીધું. ઇંજેક્શન લગાવ્યાના થોડા સમય બાદ જ તેની તબિયત ખરાબ થવા લાગી. હાલત એટલી ખરાબ થઇ ગઇ કે તેના પેટમાં જાેરદાર દુખાવો થવા લાગ્યો અને ઉલટી ઝાડા થવા લાગ્યા. ત્યારબાદ જ્યારે તે હોસ્પિટલમાં ડોક્ટર પાસે પહોંચ્યો ત્યારે તેને થોડી રાહત થઇ. ઘટના બાદ તે સીધો પોલીસ પાસે પહોંચી ગયો અને સમગ્ર ઘટના વર્ણવી. રિપોર્ટ સનુસાર પીડિત યુવકનું નામ જય સિંહ અને તે વિજય નગરનો રહેવાસી છે. તેણે દુકાનદારનું નામ મોહિત આહૂજા જણાવ્યું છે. મામલો સામે આવ્યા બાદ પોલીસ તપાસમાં લાગી ગઇ છે અને દુકાનદારે હવે તેને કેટલા લોકોને આ ઇંજેક્શન આપ્યા છે. એક રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે મામલો દુકાનદાર વિરૂદ્ધ વિજય નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી અને તેની ધરપકડ કરી લીધી છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *