Madhya Pradesh

મધ્યપ્રદેશના બે શહેર પવિત્ર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા

ભોપાલ
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ૨૮૫ કિલોમીટર દૂર દમોહ જિલ્લામાં સ્થિત કુંડલપુરમાં જૈન સમુદાયના પંચકલ્યાણક મહોત્સવમાં ભાગ લેતા આ જાહેરાત કરી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આચાર્ય વિદ્યાસાગર મહારાજની પ્રેરણાથી હું કુંડલપુર અને બાંદકપુરને પવિત્ર ક્ષેત્ર જાહેર કરી રહ્યો છું. જ્યાં માંસ અને દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. અત્રે જણાવવાનું કે બાંદકપુર શહેર ભગવાન શિવના મંદિર માટે પ્રસિદ્ધ છે. સીએમ શિવરાજ સિંહ ચોહાણે કહ્યું કે વિદ્યાસાગર મહારાજની ઈચ્છા મુજબ રાજ્ય સરકાર એક વર્ષની અંદર મેડિકલ અને એન્જિનિયરિંગ સિલેબસ હિન્દીમાં શરૂ કરશે. તેમણે નાગરિકોને ગૌરક્ષાના કામમાં આગળ આવવાની અને પર્યાવરણને જાળવવા વૃક્ષારોપણની પણ અપીલ કરી. આ અગાઉ આ મહિનાની શરૂઆતમાં મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું હતું કે સરકાર આગામી શૈક્ષણિક સત્રથી ભોપાલની ગાંધી મેડિકલ કોલેજમાં એમબીબીએસ સિલેબસ હિન્દીમાં શરૂ કરશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જૈન તીર્થસ્થળ કુંડલપુર સહિત બે શહેરને પવિત્ર ક્ષેત્ર જાહેર કરતા કહ્યું કે ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

Beer-Bar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *