Madhya Pradesh

મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસે એક રાતમાં આટલા લોકોની ધરપકડ કરી, કેમ થયું આ અભિયાન

ભોપાલ
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં શનિવાર અને રવિવારની રાતે ચલાવવામાં આવેલા અભિયાનમાં ૯,૦૦૦થી વધારે લોકોની ધરપકડ કરવામા આવી છે. આ ૯૦૦૦ લોકોમાં લગભગ ૬૦૦૦થી વધારે લોકો એવા ગુનામાં જાેડાયેલા છે, જેમના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યૂ થયેલા છે. આ ઉપરાંત ૨૬૦૦ની વિરુદ્ધ સ્થાયી વોરન્ટ હતું. લગભગ ૧૦૦ ફરાર આરોપી અને ૨૦૦ ઈનામી આરોપ પણ પકડાયા છે. આ ઓપરેશનમાં ૧૭,૦૦૦થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત કર્યા હતા. આ અભિયાન સુરક્ષા, શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના ઉદ્દેશ્યથી ચલાવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં અધિક મહાનિર્દેશક, ઉપ મહાનિરીક્ષકો, પોલીસ અધિકારી અને અન્ય રેન્કના અધિકારીઓ પણ જાેડાયા હતા. જેમાં ૯૦૦૦થી વધારે ગુનાહિતોને પકડવામાં આવ્યા છે. અલગ અલગ જિલ્લામાંથી ૧૦૦૦થી વધારે હિસ્ટ્રીશીટરોને પર પણ નજર રાખવામાં આવી રહી છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *