Madhya Pradesh

મધ્યપ્રદેશના યુવકે ભંગારમાંથી ટ્રાફિકને કંટ્રોલ કરતો રોબોટ બનાવ્યો

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના માંડલા જિલ્લામાં યોગેશ સિંહ રાજપૂત નામના સુબેદારે ભંગારમાંથી ટ્રાફિકને કંટ્રોલ કરતો એક શાનદાર રોબોટ બનાવ્યો. આ ટ્રાફિક રોબોટ મંડલા જિલ્લાના ચિલમન ચોક ખાતે રાખવામાં આવ્યો છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો અહીં જિલ્લા મુખ્યાલયમાં આવે છે. આ લોકોને ટ્રાફિક નિયમોની જાણકારી અને જાગૃતિનો અભાવ હોય છે. ખાસ કરીને આવા લોકોને જાગૃત કરવા અને સિગ્નલનું પાલન કરવા અને શીખવવા માટે સુબેદાર યોગેશ સિંહ રાજપૂતે ટ્રાફિક કંટ્રોલ રોબોટ બનાવ્યો છે. અહીંથી પસાર થતા લોકો હવે આ નવા રોબોટને જાેવા માટે જાતે જ ચોક પર રોકાઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યા છે. આ રોબોટ તો હાલ મંડલા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ રોબોટ પણ એવો છે કે તે ટ્રાફિક સિગ્નલની જેમ ટ્રાફિકને ઓટોમેટિક કંટ્રોલ કરે છે. રોબોટમાં એક કેમેરા પણ લગાવવામાં આવ્યો છે જે ૪ રસ્તાનો વીડિયો રેકોર્ડ કરે છે. જ્યારે પણ તમે તમારા વાહન સાથે મંડલાના રસ્તાઓ પર જાઓ છો, ત્યારે તમે ટ્રાફિક પોલીસકર્મીઓને મળો છો જેઓ ચોક ચારરસ્તા પર ટ્રાફિકનું સંચાલન કરતા જાેવા મળે છે. પણ હવે જાે તમે માંડલાની શેરીઓમાં નીકળશો તો તમને એક નવી વસ્તુનો પરિચય થશે. આ રોબોટ મંડલાની ટ્રાફિક વ્યવસ્થાને ૨૪ કલાક નોન-સ્ટોપ ઓપરેટ કરે છે. ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે દેશનો પ્રથમ રોબોટ ઈન્દોરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે, જેને ઈન્દોરની એક એન્જિનિયરિંગ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યો છે અને તેની કિંમત લગભગ ત્રીસ લાખ રૂપિયા છે. તો બીજી બાજુ મંડલામાં લગાવવામાં આવેલો આ રોબોટ કદાચ રાજ્યનો બીજાે રોબોટ હશે જે ટ્રાફિક કંટ્રોલ માટે ૪ રસ્તા પર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ રોબોટ માત્ર ૨૦૦૦ રૂપિયાના ખર્ચે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ અને કેટલીક મિકેનિઝમ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. રોબોટમાં ૩ પ્રકારના સ્ક્રીન લગાવવામાં આવી છે. રોબોટને ૨ હાથ છે. જે ૪૦ સેકન્ડે ટ્રાફિકને રોકવા અને આગળ વધવા માટે રેડ લાઈટ અને ગ્રીન લાઈટથી સિગ્નલ આપશે. રોબોટમાં લાઇટ, સેન્સર અને કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. સુબેદાર યોગેશ સિંહ રાજપૂતે બનાવેલા ટ્રાફિક કંટ્રોલ કરતા સ્માર્ટ રોબોટના લોકો ખુબ વખાણ કરી રહ્યાં છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *