Madhya Pradesh

મધ્યપ્રદેશના શિક્ષણમંત્રીની પુત્રવધૂનો ઘરમાંથી લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારના ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ મધ્યપ્રદેશના શાળા શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારની પુત્રવધૂ સવિતા પરમારે ગળેફાંસો ખાઈ લીધો છે. ૨૨ વર્ષીય સવિતા પરમારનો મૃતદેહ નીચે ઉતારવામાં આવે ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થયું હતું, આ ઘટના કાલાપીપલ તહસીલના પોંચનેર ગામમાં સાંજે ૭ વાગ્યે બની હતી. જાેકે, મૃતક સવિતાના સંબંધીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ મામલે મંત્રીના પરિવારમાંથી કોઈ પણ બોલવાનું ટાળી રહ્યું છે, હાલ તો મંત્રી ઈન્દરસિંહ પરમારનો ફોન પણ બંધ હોવાનું કહેવાય છે, આ ઘટના બાદ પોંચાનેર ગામમાં શાંતિ છવાઈ ગઈ છે. મૃતક સવિતા પરમારની ઉંમર ૨૨ વર્ષની આસપાસ છે. લગભગ ત્રણ વર્ષ પહેલા સવિતાના લગ્ન મધ્યપ્રદેશ સરકારના મંત્રી ઈન્દરસિંહ પરમારના પુત્ર દેવરાજ પરમાર સાથે થયા હતા. હાલ, મૃતદેહને સવારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. શિક્ષણ મંત્રીની પુત્રવધૂના મોતના આ મામલામાં પોલીસ અધિકારીઓ પણ કંઈ કહેવાનું ટાળી રહ્યા છે, મામલો હાઈપ્રોફાઈલ પરિવારનો હોવાને કારણે વહીવટીતંત્ર કંઈ પણ બોલતા શરમાઈ રહ્યું છે. શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમાર શુજલપુરના ધારાસભ્ય છે. જાે કે આ ઘટના પાછળ પારિવારિક વિવાદ લાંબા સમયથી જણાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *