મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના શિવપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેશમ માતાના મંદિર પાસે એક ભાઈએ તેની પરિણીત બહેનને ફોસલાવીને તેને પ્રેમી સાથે ભગાડી દીધી. જ્યારે તે પોતાના દિયર-દેરાણીની સાથે મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. પત્ની ગુમ થયા બાદ પતિ સહિત પરિવારજનોએ મહિલાની ઘણી શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી. તેથી પતિએ પત્નનીના ઘરના લોકોનો સંપર્ક કર્યો. પરંતુ ત્યાંથી કોઈપણ જાણકારી ન મળી, જેના પછી પીડિત પતિએ આજે એટલે કે રવિવારે કોલારસ પોલીસ સ્ટેશનમાં પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.કોલારસ પોલીસ સ્ટેશને મહિલાના ગુમ થયાનો કેસ નોંધીને મહિલાની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ૨૭ ઓક્ટોબરના રોજ ભાઈબીજના દિવસે ભૌંતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા તેના ભાઈને મળવા પિયર પોતાના દિયરની સાથે બાઈક પર સવાર થઈને ગઈ હતી. મહિલાના દિયરની સાથે તેની પત્ની પણ હતી જે તેની પિતરાઈ બહેન હતી જેના લગ્ન મહિલાના દિયરની સાથે થયા હતા. ત્રણેય બાઈક પર સવાર થઈ ઈસાગઢની તરફ રવાના થયા. આ દરમિયાન ગુમ મહિલાએ કોલારસ પોલીસ સ્ટેશનમાં ભડોતા ગામની પાસે રેશમવાળી માતાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મહિલાનો દિયર અને તેની પત્ની પણ દર્શન કરવા માટે રાજી થઈ ગયા હતા, ત્યારબાદ ત્રણેય માતાના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા, જે દરમિયાન મહિલા તેના દિયર-દેરાણીથી અલગ થઈ ગઈ હતી. થોડા સમય બાદ મહિલાના દિયરે તેની ભાભીની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પત્તો ન લાગ્યો. મહિલાની લાંબી શોધખોળ બાદ પણ જ્યારે તે ન મળી તો પીડિતા દેવકે તેના મોટા ભાઈને ફોન કરીને સમગ્ર મામલો જણાવ્યો. જેના પછી ગુમ થયેલી મહિલાના પતિએ કોલારસ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી. પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોતાના સાળા પર આરોપ લગાવ્યો છે. તેને કહ્યું, તેની પત્નીને ભગાડવામાં તેના સાળાનો જ હાથ છે. પતિએ જણાવ્યુ કે, મારી પત્નીને ભગાડવામાં મારા સાળાનો મોટો હાથ છે. પીડિત પતિએ જણાવ્યું કે, ૪ વર્ષ પહેલા પોતાના સાળાને લગ્ન માટે ૨ લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. એક વર્ષ સુધી જ્યારે તેને પૈસા પાછા ન આપ્યા તો સાળા પાસેથી ઉધાર આપેલા બે લાખ રૂપિયા પાછા આપવાની વાત કહી તો તે આનાકાની કરવા લાગ્યો. આ દરમિયાન તેનો સાળો અને સાળાનો સાળો મારા ઘરે આવવા લાગ્યા. પતિનો આરોપ છે કે તેની પત્નીને ભાઈએ પૈસા પાછા ન આપવા માટે યોજના બનાવી છે. તે અવારનવાર પોતાના સાળાને લઈને મારા ઘરે આવતો હતો. આ દરમિયાન મારી પત્નીને તેના ભાઈના સાળા સાથે પ્રેમ થઈ ગયો. તેના કારણે તે પોતાના સાળાને પૈસા પાછા આપવા કહેતો હતો, જેના પછી પ્લાન કરી પત્નીને તેના ભાઈએ પોતાના સાળાની સાથે મંદિર જવાના બહાના ભગાડી દીધી. ગુમ મહિલાની પતિએ જણાવ્યું કે તેમને ત્રણ બાળકો છે, જે પોતાની માતાને યાદ કરી રહ્યા છે. તે ત્રણેય ખાવાનું પણ નથી ખાઈ રહ્યા અને બાળકો સ્કૂલે જવાનું બંધ કરી દીધું છે. બાળકોનું કહેવું છે કે માતાને ક્યાંથી પણ શોધીને લાવો. આ વાતના કારણે આજે પણ હું મારી પત્નીની ગુમ થયાની ફરિયાદ કોલારસ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. અને તેઓ જલ્દી મારી પત્નીને શોધી કાઢશે. કોલારસ પોલીસ સ્ટેશનના પોલીસે મહિલાની ગુમ થવાની ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી દીધી છે.
