મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ક્લાર્ક હીરો કેસવાણીના ઘરે ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ઘણું કાળું નાણું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આટલી સંપત્તિ જાેઈને તપાસ કરવા આવેલા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે જે અધિકારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, તેનો પગાર હજારો રૂપિયામાં હતો અને તેની આટલી વધુ સંપત્તિએ સૌને વિચારવા પર મજબૂર કરી દીધા હતા. દરોડામાં હીરો કેસવાણીના ઘરેથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે. હીરો કેસવાનીના ઘરેથી લગભગ ૮૫ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કરોડો રૂપિયાની જમીન અને મકાનના દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા છે. હીરો કેસવાનીના ઘરેથી જમીનના સોદાના કરાર સાથે જાેડાયેલા અનેક દસ્તાવેજાે મળી આવ્યા છે. એટલું જ નહિં આશરે ૪ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા દસ્તાવેજાે પણ મળ્યા છે. હીરો કેસવાનીની ત્રણ માળનું આલીશાન મકાન અને તેના દરેક માળમાં વૈભવી ઇન્ટિરિયર અને ડેકોરેશનનું કામ જાેઈને ઈર્ંઉ (ઇ.ઓ.ડબલ્યુ) ટીમ અચંબિત થઈ ગઇ હતી. ઘરના દરેક રૂમમાં પેનલિંગ અને વુડવર્ક કરવામાં આવ્યું છે. છત પર લક્ઝરિયસ પેન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. બૈરાગઢમાં હીરો કેસવાણીની ઇમારત લગભગ રૂ. ૧.૫ કરોડની કિંમતની છે. હીરો કેસવાણીએ બૈરાગઢની આસપાસ વિકસિત કોલોનીઓમાં મોંઘા પ્લોટ ખરીદ્યા છે. હીરો કેસવાણીએ મોટાભાગની પ્રોપર્ટી તેની પત્નીના નામે ખરીદી છે અને ઘણી સંપત્તિ ખરીદીને વેચી પણ દીધી છે. હીરો કેસવાણી અને તેના પરિવારના સભ્યોના બેંક ખાતામાં પણ લાખો રૂપિયા જમા થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આરોપીની પત્નીના બેંક ખાતામાં પણ લાખો રૂપિયા જમા થયા હોવાનું જાણવા મળ્યું હતું. હીરો કેસવાનીના ઘરેથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ખરીદી સાથે જાેડાયેલી રસીદો મળી આવી છે. આરોપીના ઘરેથી ત્રણ ફોર વ્હીલર અને એક એક્ટિવા સ્કૂટર મળી આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હીરો કેસવાનીએ ૪ હજાર રૂપિયા પ્રતિ માસના પગારથી નોકરીની શરૂઆત કરી હતી અને હાલમાં તેનો પગાર ૫૦ હજાર રૂપિયા પ્રતિ માસ છે. આવી સ્થિતિમાં આવા કાળા નાણાએ સૌને ચોંકાવી દીધા હતા.
