Madhya Pradesh

મધ્યપ્રદેશમાં છોકરો એક દુર્લભ રોગથી પીડાય છે, લોકો બાલ હનુમાન માની કરે છે પૂજા!

મધ્યપ્રદેશ
ચહેરાની સુંદરતા માટે વાળનું પણ એક અલગ મહત્ત્વ છે. જાે વાળ ન હોય તો સુંદરતા બદસૂરતીમાં ફેરવાય શકે છે પરંતુ જાે ચહેરા ચારેય બાજુ લાંબા વાળ ઉગી ગયા હોય તો તે આશ્ચર્યજનક વાત છે. કંઈક આવું જ બન્યું છે એમપીના એક યુવક સાથે. રતલામમાં રહેતો એક યુવક તેના ચહેરા પર વધતા જાડા વાળને કારણે ચર્ચામાં છે. કેટલાક તેમને જામવંત નામથી બોલાવે છે અને કેટલાક તેમને બાલ હનુમાન નામ આપીને તેમની પૂજા કરે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે ફિલ્મોમાં માનવી વરુ બને તો આવો દેખાય છે. આ રોગનું નામ પણ વરુ સાથે સંકળાયેલું છે. આ રોગનું નામ છે – વેરવોલ્ફ સિન્ડ્રોમ. આખા ચહેરા પર વાળ હોવાને કારણે લલિતને ખાવા-પીવામાં પણ પરેશાની પડી રહી છે. સાથે રમતા છોકરાઓ તેને વાંદરો કહેતા, સાથે રમવાથી પણ દુર ભાગતા હતા. પરિવારજનોએ તેને અનેક જગ્યાએ બતાવ્યું, પરંતુ ડોક્ટરોએ તેને આ બીમારીની કોઈ સારવાર નહી થાય તેવું જણાવ્યું. આ કહાની છે ૧૭ વર્ષના લલિત પાટીદારની, જે પોતાના આખા શરીર પર વાળ હોવાને કારણે ફરી એક વખત ચર્ચામાં છે. વર્ષ ૨૦૦૫માં મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના નાંદલેટ ગામમાં એક બાળકનો જન્મ થયો હતો. તેનો જન્મ થતાં જ તેના ચહેરા પર લાંબા વાળ ઉગી ગયા હતા. કેટલાક લોકોએ તો બાળકને બાલ હનુમાન માનીને તેની પૂજા પણ શરૂ કરી દીધી હતી. પરંતુ જેમ જેમ આ બાળક મોટું થવા લાગ્યું તેમ આ વાળ એક મોટી સમસ્યા બની ગયા. રતલામ જિલ્લાના નાંદલેટમાં રહેતો ૧૭ વર્ષીય લલિત પાટીદાર જન્મથી જ એક અસાધ્ય રોગથી પીડિત છે, જેના કારણે તેના ચહેરા પર લાંબા વાળ છે. પરિવારે મધ્યપ્રદેશથી લઈને ગુજરાત સુધીના ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો, પરંતુ બધાએ એક જ વાત કહી કે પુખ્ત બન્યા પછી પ્લાસ્ટિક સર્જરી અને અન્ય માધ્યમથી ચહેરાના વાળ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. લલિત પાટીદાર હાલમાં ધોરણ ૧૨નો વિદ્યાર્થી છે. પરિવારના વડા બંકટ લાલ પાટીદાર વ્યવસાયે ખેડૂત છે અને માતા ગૃહિણી છે. પિતા બંકટ લાલ જણાવે છે કે જ્યારે લલિતનો જન્મ થયો ત્યારે તે સમયે તેનો દેખાવ જાેઈને ડોક્ટરો હોર્મોનલ અસંતુલનને લઈને ચિંતિત હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર લલિત વેરવોલ્ફ સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત છે. આ રોગને કારણે શરીરના ઘણા ભાગો પર વાળ ઉગે છે, જેના કારણે સમસ્યા થાય છે. આ વાળના કારણે વ્યક્તિને ખાવામાં, શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડે છે. લલિત પાટીદાર પણ આવી જ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *