રીવા
મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના મઉગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નિબિહાના જંગલમાંથી મળી આવેલા હાંડપીંજરનું ગૂંચવણ ઉંકેલાઈ ગઈ છે, ચોંકાવનારી બાબત એ છે કે, આ હત્યાનો મુખ્ય આરોપી બીજૂ કોઈ નહીં પણ મૃતકની પત્ની જ નિકળી, જે પોતાના દિયરના પ્રેમમાં પાગલ હતી. આ આડા સંબંધોમાં તેનો પતિ અડચણરૂપ બનતો હતો. દિયર ભાભીએ મળીને યુવકનું ગળુ દબાવી દીધું અને હત્યા કરી નાખી હતી. તેના પતિની હત્યા કર્યા બાદ લાશને ૧૭ મહિના સુધી ઘાસના ભૂસામાં છુપાવીને રાખી હતી. પણ જ્યારે મજબૂરીમાં લાશને ભૂસામાંથી કાઢીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવી તો હત્યાનું રહસ્ય ખુલ્યું અને પોલીસે દિયર ભાભી બંનેની ધરપકડ કરી લીધી હતી. જાણો શું છે સમગ્ર મામલો?… ૨૬ તારીખ બુધવારની સાંજે મઉગંજ પોલીસને જાણકારી મળી કે, નિબિહા જંગલમાં સૂકા નાળાની વચ્ચે નરકંકાલ પડ્યું છે. આ નરકંકાલને જાેનારો બીજાે કોઈ નહીં પણ તે જ ગામનો ભરવાડ હતો. જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને હાડપીંજરની તપાસ કરી. પોલીસે આ હાડપીંજરને ફોરેંસિક ટીમ સાથે તપાસ માટે મોકલી. જેમાં સામે આવ્યું કે, અજાણ્યા શખ્સે ગળુ દબાવીને હત્યા કરી છે. જાે કે મૃતકની ઓળખાણ ન થતાં ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ ગયા, પણ ડેડ બોડી મળ્યાના ત્રીજા દિવસે જ્યારે મૃતકની ઓળખાણ થઈ અને પોલીસને હત્યાની આશંકા પત્ની અને ભાઈ પર જઈને અટકી. જેમને પોલીસે અટકાયત કરી તેમની સાથે પૂછપરછ કરી. નિબિહા જંગલમાં મળેલી ડેડ બોડીની ઓળખાણ નિબિહા ગામના રહેવાસી સુનીલ પાલ તરીકે થઈ, જે લગભગ દોઢ વર્ષ પહેલા ગુમ થયો હતો. પોલીસે જ્યારે મૃતક સહિત તેના પરિવારના લોકો પાસેથી આ સંબંધે વિગતો મેળવી તો, પત્ની અને દિયરનો પ્રેમ પ્રસંગ સામે આવ્યો. અને પોલીસની નજર પણ અહીં જ જઈને અટકી. પોલીસે મૃતકના નાના ભાઈ ગુલાબ પાલની ધરપકડ કરીને પૂછપરછ કરી તો, સામે આવ્યું કે, ભાભી સાથે મળીને તેણે આ હત્યા કરી હોવાનું ખુલ્યું. પછી તો શું પોલીસે દિયરનું નિવેદન ટાંકીને તાત્કાલિક ભાભીની પણ ધરપકડ કરી લીધી.
