Madhya Pradesh

મધ્યપ્રદેશમાં પ્રેમીએ પ્રમિકાને જીવલેણ માર મારી સજા કરી હોવાનો વીડિયો સામે આવ્યો

મધ્યપ્રદેશ
એક અજીબ બનાવ સામે આવ્યો છે. પ્રેમિકાએ લગ્ન કરવા માટે સાથે જવાનું કહ્યું તો પ્રેમીએ પ્રમિકાને જીવલેણ માર મારી સજા કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગામના ર્નિજન રસ્તા પર તેની પ્રેમિકાને માર માર્યો હતો. આ મામલે સ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકોએ યુવતીને યુવકના ચુંગાલમાંથી છોડાવી હતી. સ્થાનિક લોકોની સૂચના પર પોલીસે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જાે આ બાબતે યુવતીએ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ પ્રેમી સાથે મારપીટનો વીડિયો વાયરલ થતાં પોલીસે ૧૫૧ હેઠળ ગુનો નોંધ્યો હતો. આજે મૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયસ્પર્શી મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પ્રેમિકા તેના પ્રેમી સાથે લગ્ન કરવા અને તેની સાથે ફરવા માટે જીદ કરી રહી હતી. ગુસ્સામાં આવીને પ્રેમીએ ક્રૂરતાની તમામ હદો વટાવીને પહેલા પ્રેમિકાને થપ્પડ મારી અને પછી પ્રેમિકાને જમીન પર પછાડી અને લાતો અને પાટુંઓ મારી માર માર્યો હતો. લડાઈ દરમિયાન પ્રેમિકા બેહોશ થઈ ગઈ. લાંબા સમય સુધી યુવતી બેભાન અવસ્થામાં રસ્તાના કિનારે પડી રહી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પહોંચી અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ પહોચાડી હતી. જિલ્લાના મૌગંજનો એક ખૌફનાક વીડિયો આજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક પ્રેમી તેની પ્રેમિકાને ર્નિદયતાથી મારતો જાેવા મળી રહ્યો છે. પ્રેમી દ્વારા પ્રમિકાને મારતો આ વીડિયો જાેઈને દરેકના દિલ હચમચી જશે. વાયરલ વીડિયોમાં પ્રેમી અને પ્રેમિકા ગામના ર્નિજન રસ્તા પર હતા. વીડિયોમાં જાેઈ અને સાંભળી શકાય છે કે પ્રેમિકા તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા પર મક્કમ હતી, તેણે કહ્યું કે ‘લગ્ન કરીને સાથે જઈએ.’ બસ આ નાની વાતે પ્રેમી ગુસ્સે થઈ ગયો અને પ્રેમિકા સાથે દુર્વ્યવહાર કરી ખૂબ જ ર્નિદયતાથી માર પણ માર્યો હતો. મારપીટના આ વાયરલ વીડિયોમાં પ્રેમીએ પહેલા પ્રેમિકાને થપ્પડ મારીને પછી જમીન પર પછાડી અને પાટુઓ વડે મારતો રહ્યો. લડાઈને કારણે યુવતી બેહોશ થઈ ગઈ હતી. લડાઈ બાદ યુવતી લાંબા સમય સુધી રસ્તાના કિનારે બેભાન પડી રહી હતી. તે જ સમયે નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ લડાઈનો આખો સીન પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. આ દરમિયાન ગામના કેટલાક લોકો સ્થળ પર પહોંચ્યા હતા. જેમણે પોલીસને જાણ કરી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને કલમ ૧૫૧ની કાર્યવાહી કરી છે. આ મામલે એડિશનલ એસપી અનિલ સોનકરે જણાવ્યું કે, ‘વાયરલ વીડિયોની ઘટના ગયા બુધવારની છે, યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોવાની માહિતી મળી છે. હુમલો કરનાર વ્યક્તિ મૌગંજના ખેરા ગામનો રહેવાસી છે જ્યારે યુવતી અન્ય ગામની છે. બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને છોકરાએ છોકરીને માર માર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી.’ આ બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને યુવક અને યુવતીને પોતાની સાથે લઈ ગઈ અને ?યુવતીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. પોલીસ મથકે પહોંચેલી યુવતીની માતાએ કોઈ કાર્યવાહી કરી ન હતી. પરંતુ પોલીસે વાયરલ વીડિયોના આધારે યુવક સામે ગુનો નોંધ્યો હતો.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *