મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના બેતુલમાં હત્યા બાદ આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. બેતુલના સારની પોલીસ સ્ટેશન વિસ્તારમાં શખ્સે સમલૈંગિક સંબંધોનું રહસ્ય ખુલી જવાના ડરથી પહેલા કિન્નરની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી પોલીસે આ કેસ પરથી પડદો ઊંચક્યો છે. પોલીસનું કહેવું છે કે, કિન્નર સાથે અવૈધ સંબંધ બાબતે બદનામી થવાના ડરના કારણે શખ્સે પહેલા કિન્નરની હત્યા કરી હતી, ત્યારબાદ તેણે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ચોકીદાર હરિઓમ ચૌરેની લાશ ૧૫ જુલાઇના શુક્રવારે રાત્રે સારનીમાં મળી આવી હતી. હરિઓમ છિંદવાડા જિલ્લાનો વતની હતો અને નર્સરીમાં ચોકીદાર તરીકે કામ કરતો હતો. પોલીસ એક તરફ આ કેસની તપાસ કરી રહી હતી. ત્યાં પોલીસને ૧૮ જુલાઇના રોજ નર્સરી પાછળ અજાણ્યા યુવકની લાશ મળી હતી. તેની ઓળખ નાગપુરની રહેવાસી કિન્નર નિક્કી તરીકે થઈ છે. નિક્કી કિન્નર નાગપુરનો રહેવાસી હતો. આ કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. હરિઓમના પરિવારજનોએ તેના સંબંધો પરથી પડદો ઊંચક્યો હતો. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હરિઓમ ચૌરેના કિન્નર નિક્કી સાથે અવૈધ સંબંધ હતા. શુક્રવારે બપોરે લગભગ અઢી વાગ્યે હરિઓમ ચૌર અને નિક્કી વચ્ચે આ વાતને લઈને વિવાદ થયો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલ નિક્કીએ પોતાના જ હાથમાં ઇજા પહોંચાડી હતી અને આ ઈજા હરીઓમ ચૌરેએ પહોંચાડી હોવાનું ૧૦૦ નંબર પર કોલ કરી પોલીસને કહ્યું હતું. ફોન કોલમાં નિક્કીએ તેનું પૂરું એડ્રેસ આપ્યું નહોતું અને મોબાઇલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. જેના કારણે પોલીસ સામે સમસ્યા ઉભી થઈ હતી. આ દરમિયાન સવારે હરિઓમ ચૌરેનો મૃતદેહ નર્સરીમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જાેવા મળ્યો હતો. આને કારણે હરિઓમના નિક્કી સાથે અવૈધ સંબંધ હોવાની અટકળો વહેતી થઈ હતી. ૧૦૦ નંબર પર પોલીસને નિક્કીએ જાણ કરતા બદનામી થવાના ડરથી હરિઓમે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. પોલીસને નિક્કીની ૨-૩ દિવસ જૂની લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. જેના કારણે હરિઓમ અને નિક્કી વચ્ચે અવૈધ સંબંધ હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. આ વાત જાહેર ન થાય તે માટે હરિઓમે નિક્કીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને લાશને નર્સરી પાછળ ફેંકી દીધી હતી. હરિઓમે જે દોરડાથી ફાંસો ખાધો હતો તે જ દોરડાના ટુકડાથી મૃતક નિક્કીનું ગળું દબાવી હત્યા કરી દેવાઈ હર્ત સારનીના પોલીસ કર્મચારી રત્નાકર હિંગવેએ જણાવ્યું હતું કે, હરિઓમ ચૌરેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી અને ત્યારબાદ નિક્કી કિન્નરની લાશ મળી આવી હતી. બંને વચ્ચે સંબંધો હતા. બદનામી અને રહસ્ય ખુલી જવાના ડરથી હરિઓમે પહેલા નિક્કીનું દોરડા વડે ગળું દબાવીને હત્યા કરી હતી અને એ જ દોરડાથી ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
