Madhya Pradesh

મધ્યપ્રદેશમાં ૨૦૨૩માં યોજાનાર વિધાનસભા ચુંટણી માટે ભાજપનો લક્ષ્યાંક ૨૦૦ને પાર

કટની
ભાજપ કાર્યસમિતિની બેઠકનું પ્રથમ સત્ર સમાપ્ત થયું ભાજપ પ્રદેશ અધ્યક્ષ વી ડી શર્માએ મીડિયા સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે બેઠકના પ્રથમ સત્રમાં વિધાનસભા ચુંટણી ૨૦૨૩ને લઇ રણનીતિ પર ચર્ચા કરવામાં આવી છે.જેમાં મુખ્યત્વે આગામી વખતે ૨૦૦ પાર અને ગુજરાત મોડલના આધાર પર પ્રત્યેક બુથમાં ૫૧ ટકા મતનો લક્ષ્ય નક્કી કામ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.આ ઉપરાંત પેશા એકટ લાગુ કરવાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનું આયોજન બરગવાં ખાતે નિર્મલ સત્ય ગાર્ડનમાં આયોજીત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ કાર્યસમિતિની બેઠકનું પ્રથમ સત્રની શરૂઆત દીપ પ્રજજવલન અને વંદે માતરમ ગીતની સાથે શરૂ થયો બેઠક પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારત જાેડો યાત્રાને લઇ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે પહેલા ૧૯૬૨ની જંગ રાહુલ ગાંધી યાદ કરે. આ બેઠકને લઇ સમગ્ર શહેરને પાર્ટીના ઝંડાથી સજાવવામાં આવ્યું છે અને મુખ્ય માર્ગ સહિત કાર્યક્રમ સ્થળની આસપાસના વિસ્તારોમાં હોર્ડિગ અને બેનરો લગાવી દેવામાં આવ્યા હતાં. બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ, પ્રદેશ અધ્યક્ષ વી ડી શર્મા, પ્રદેશ પ્રભારી મુરલી ધર રાવ રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય હિતાનંદ શર્મા કવિતા પાટીદાર ઓમપ્રકાશ ધુર્વે જયભાનસિંહ ફગ્ગન સિંહ કુલસ્તે હાજર રહ્યાં હતાં.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *