Madhya Pradesh

મધ્ય પ્રદેશમાં હાઈકોર્ટે ચાર વર્ષની બાળકી સાથે રેપના એક દોષિત પર કરેલ ટિપ્પણી ચર્ચામાં..

મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશમાં હાઈકોર્ટે ચાર વર્ષની બાળકી સાથે રેપના એક દોષિતને લઈને એવી ટિપ્પણી કરી છે જે હવે ચર્ચામાં છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે રેપના દોષિતની ઉમરકેદ સજાને ઘટાડીને ૨૦ વર્ષ કરતા કહ્યું કે, તેને રેપ પછી બાળકીને જીવતી છોડી દીધી હતી, તે ઘણો દયાળુ હતો. હાઈકોર્ટના જસ્ટિસ સુબોધ અભ્યંકર અને જસ્ટિસ એસકે સિંહે દોષિતની સજાને ઘટાડીને પોતાના ર્નિણયમાં કહ્યું, આવી પરિસ્થિતિમાં આ અદાલતે ટ્રાયલ કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા અને દોષિતના રાક્ષસી કૃત્ય પર સંભળાવવામાં આવેલા ચુકાદામાં કોઈ ખામી જાેવા નથી મળતી. ર્નિણયમાં આગળ કહ્યું કે, દોષિતે ચાર વર્ષની બાળકીની સાથે આ કૃત્ય કર્યું જે એક મહિલાની ગરિમા અને સન્માનની વિરુદ્ધ છે. ૪ વર્ષની બાળકીની સાથે આવા અપરાધનામાં કોર્ટને આ કેસની સુનવણી કરવા યોગ્ય માનતી નથી. જાે કે, ફરિયાદીએ બાળકીને બળાત્કારના કૃત્ય પછી જીવતી છોડી દીધી હતી તે હકીકતને ધ્યાનમાં લેતા, જે તેના માટે પૂરતી દયા હતી, તેથી કોર્ટનું માનવું છે કે, તેણીની આજીવન કેદને ૨૦ની સખત કેદમાં ફેરવવામાં આવે. વધુમાં કહ્યું કે, આ કારણોસર આ ફોજદારી અપીલને આંશિક રીતે મંજૂરી આપવામાં આવી છે અને અપીલકર્તાએ કાયદા મુજબ ૨૦ વર્ષની મુદત પૂરી કરવી પડશે.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *