Madhya Pradesh

સાંઈબાબાના ચરણોમાં ભક્તે શિશ ઝુકાવ્યું, આવ્યું મોત!…મોતનો CCTV વિડીયો થયો વાયરલ

મધ્યપ્રદેશ
છેલ્લા કેટલાક સમયથી લાઈવ મોતના એવા વીડિયો સામે આવી રહ્યાં છે કે લોકોમાં ડર ભરાઈ ગયો છે. મોત ક્યારે અને કેવી રીતે આવશે તેવુ લોકો વિચારી રહ્યાં છે. આવામાં એક યુવકને સાંઈબાબાના મંદિરમા માથુ ટેકવતા જ મોત આવ્યુ હતું. કહેવાય છે કે, યુવકે જેમ સાંઈબાબાના ચરણોમાં શિશ ઝૂકવ્યું, અને તે ત્યાંથી ઉઠી જ ન શક્યો. હાર્ટ એટેકથી યુવકનુ મોત નિપજ્યું. પરંતું આ ચોંકવનારા બનાવના સીસીટીવી સામે આવ્યા છે. શું બન્યું હતું? અને શું હતી ઘટના?… આ ઘટના ગુરુવારે મધ્યપ્રદેશના કટનીમાં બની હતી, જેનો વીડિયો શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યાં કાટનીમાં રહેતો યુવક રાકેશ મેહાની કુથલા પોલીસ સ્ટેશન વિસ્તારાન એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટમાં આવેલ સાંઈબાબા મંદિરમાં દર્શન કરવા ગયો હતો. ૪૨ વર્ષીય રાકેશ મેહાની રોજિંદા ક્રમની જેમ મંદિરમા ગયા હતા, અને તેઓએ રાકેશ મેહાની મંદિરના ગર્ભગૃહમાં સાંઈબાબાની પ્રતિમાની પ્રદક્ષિણા કરી હતી. તેના બાદ શ્રદ્ધાના ભાવથી સાંઈબાબાના મૂર્તિ પાસે માથુ ટેકવ્યું હતું. પરંતું રાકેશ મેહાની લાંબો સમય સાંઈબાબાના ચરણોમાથી ઉઠ્‌યા ન હતા. તેમને સતત બેસેલી મુદ્રામાં જાેતા, અને કોઈ હલનચલન ન થતા મંદિર તંત્રનું ધ્યાન ખેંચાયુ હતું. મંદિરના વ્યવસ્થાપકે પહેલા રાકેશને બૂમ પાડીને બોલાવ્યા હતા, પરંતું કોઈ જવાબ ન મળતા તેમણે ઢંઢોળ્યા હતા, જેથી રાકેશ ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, રાકેશ મેહાનીને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટના બાદ જાણવા મળ્યું કે, રાકેશ મેહાનીની આર્થિક સ્થિતિ સારી ન હતી, જેથી તેઓને પ્રેશરમાં હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે. તેઓ મેડિકલની દુકાનમાં કામ કરતા હતા, અને ભાડાના મકાનમાં રહેતા હતા. તંગીને કારણે તેઓ સતત તણાવમાં રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરી છે. દર ગુરુવારે તેઓ દુકાનમાંથી કામ કરીને સાંઈબાબાના મંદિરે દર્શન કરવા જતા હતા. પરંતુ આ ગુરુવારે તેમને મંદિરમાં સાંઈબાબાના ચરણોમાં મોત મળ્યુ હતું.

Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *