ગુના
મધ્ય પ્રદેશના ગૂનામાંથી એક મિશનરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા કી જયના નારા લગાવવા પર હોબાળો મચી ગયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ગુરુવારે સ્કૂલના એક વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો કે, તેને રાષ્ટ્રગાન બાદ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, જે બાદ એક શિક્ષકે તેનો કોલર પકડી લીધો હતો. વિદ્યાર્થીએ ટીચર પર આરોપ લગાવ્યો હતો કે, ભારત માતાના નારા લગાવ્યા બાદ મને લાઈનમાંથી ખેંચી લીધો હતો અને કહ્યું કે હું આચાર્યને મળવા જાઉં. મારા ક્લાસના શિક્ષકે મને કહ્યું કે, આવા નારા તારા ઘરે જઈને લગાવજે, સ્કૂલમાં નહીં. તેમણે મને ૪થી ૫ પીરિયડ્સ સુધી સજા તરીકે ફ્લોર પર બેસાડી રાખ્યો હતો. ટીચરના આ પ્રકારના વર્તનથી પરિવાર અને સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો છે. બાદમાં વાલીઓએ ક્રાઈસ્ટ સીનિયર સેકન્ડરી સ્કૂલની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. તો વળી સ્કૂલના પ્રિન્સીપાલ ફાદર થોમસે કહ્યું કે, બાળકોમાં દેશભક્તિની ભાવન નહીં પણ મજાક તરીકે નારો લગાવ્યો હતો. પ્રિન્સિપલે કહ્યું કે, બાળકોએ અપમાનજનક રીતે નારા લગાવ્યા હતા. આ ઘટનાને લઈને ગુનાના એડીએમ વીરેન્દ્ર સિંહ બઘેલે જણાવ્યું છે કે, સ્કૂલમાં એક બાળકે કથિત રીતે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. બાળકે આરોપ લગાવ્યો છે કે તેને આના માટે સજા પણ આપવામાં આવી છે. તેના વિરોધમાં સ્કૂલના બાળકો અને માતા-પિતા તથા અમુક સંગઠનના લોકોએ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શ કર્યા હતા. સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે.


