Madhya Pradesh

ઈન્દોરમાં પતિની હત્યા કરી પત્નીએ શવના અંગ કાપીને અલગ અલગ ફેંકી દીધા

ઇન્દોર
ઇન્દોરના બાણગંગા વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી ગુમ ડ્રાઈવરની હત્યાનો કોકડું સોલ્વ કરી લીધું છે. પોલીસને શુક્રવારે સવારે મૃતકનું શવ તેના ઘરમાં ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું. બાણગંગા વિસ્તારમાં ઉમરીખેડા પાસે કાંકડમાં રહેતો વ્યવસાયે ડ્રાઇવર બબલૂ છેલ્લા ૧૦ દિવસથી ગુમ હતો. બબલૂની પત્ની સોનૂએ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાનો પતિ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ પોલીસે જ્યારે સંપૂર્ણ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી તો હેરાન કરી દેનારા ખુલાસા થયા. પોલીસને બબલૂની પત્નીના નિવેદનો પર શંકા ગઇ તો તેના પુત્રની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સોનૂએ પોતાના મિત્ર રિજવાન સાથે મળીને પોતાના જ પતિ બબલૂની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ શવના અંગ કાપીને અલગ અલગ જગ્યાઓ પર ફેકી દીધા હતા અને ધડને ઘરમાં ખોદીને ગાડી દીધું હતું. બબલૂ મોટા ભાગે પત્ની સોનૂ સાથે મારામારી કરતો હતો જેથી સોનૂ તંગ આવી ગઈ હતી. સોનૂની રિઝવાન નામના યુવક સાથે મિત્રતા હતી. ઘટનાના દિવસે બંનેએ મળીને ઝેરી પદાર્થ નાખીને દાલ-બાટી બનાવી અને બબલૂને ખવડાવી દીધી. બબલૂનું મોત થયા બાદ તેના શવને છુપાવવા માટે પહેલા બબલૂના શવના અંગ અલગ અલગ કાપ્યા અને ધડને ઘરમાં ખોદકામ કરીને દફનાવી દીધો. હત્યાનું રહસ્ય ખોલવામાં પુત્રએ મહત્ત્વની ભૂમિકા ભજવી કેમ કે તેનો પુત્ર નશાની લત ધરાવતો હતો અને એક દિવસ તેણે પોતાના મિત્રો સામે કહ્યું કે તેની માતાએ તેના પિતાને મારી ગાડી દીધો. તેની જાણકારી પોલીસ સુધી પહોંચ્યા બાદ સંપૂર્ણ રહસ્ય પરથી પરદો ઉઠી ગયો અને ખોદકામ બાદ શવ પણ મળી આવ્યું. હાલમાં પોલીસે પત્ની સોનૂને કસ્ટડીમાં લઈ લીધી છે. તો મધ્ય પ્રદેશના વિદિશાના ડબરી ગામ પાસે રોડના કિનારે એક યુવક મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. શવને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શમશાબાદના ડબરી ગામની નાગેર પાસે લોહીથી લથબથ શવ મળવાથી વિસ્તારમાં ડરનો માહોલ બની ગયો છે. પોલીસ જણાવ્યું કે ગ્રામજનોએ જાણકારી આપી હતી કે નહેર પાસે રોડના કિનારે એક શવ પડ્યું છે ત્યારબાદ ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને શવની ઓળખ ભોપાલના રહેવાસી રાજ ઠાકુરના રૂપમાં કરી છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે રાજુ ભોપાલ માર્કેટથી સિરોંજ પોતાના ઓટો રિક્ષામાં ફળો લઈ જવાનું કામ કરતો હતો. ડૉક્ટરોએ જણાવ્યું કે મૃતકના માથામાં ઇજાના નિશાન મળ્યા છે પરંતુ ગોળી માથામાં મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *