Madhya Pradesh

કોઈ આપણી દીકરીઓના ૩૫ ટુકડા કરે, તે પ્રેમ નથી પણ લવ જિહાદ છે, અમે સાંખી લઈશું નહીં ઃ શિવરાજ સિંહ ચૌહાણ

ઈન્દોર
મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે લવ જિહાદને લઈને મોટુ નિવેદન આપ્યું છે. સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, અમે અમારા રાજ્યમાં લવ જિહાદને કોઈ પણ સંજાેગોમાં પ્રોત્સાહન આપવા માગતા નથી. તેમણે કહ્યું કે, કોઈ પણ અમારી દીકરીઓ સાથે પ્રેમના નામ પર લગ્ન કરીને ૩૫ ટુકડા કરી નાખે તો અમે તે સાંખી લઈશું નહીં. ઈન્દોરમાં આયોજીત એક કાર્યક્રમમાં સભાને સંબોધન કરતા સીએમ શિવરાજે કહ્યું કે, જાે જરુર પડશે તો, અમે રાજ્યમાં લવ જિહાદને લઈને એક કડક કાયદો બનાવીશું. પણ રાજ્યમાં કોઈ પણ પ્રકારના લવ જિહાદના ખેલને પ્રોત્સાહન નહીં આપીએ. શિવરાજ સિંહ ચૌહાણે આગળ કહ્યું કે, છેતરપીંડી કરનારા કેટલાય બેઠા છે, જે બીજાની જમીન પર કબ્જાે જમાવી લે છે, કોઈ બીજા ધર્મવાળા જાે આદિવાસીની જમીન ખરીદી શકતા નથી, તો આદિવાસીની દીકરી સાથે લગ્ન કરીને બાદમાં જમીન તેના નામ પર લઈ લેતા હોય છે. આ પાપ છે, એ લવ નથીસ પણ લવના નામ પર જિહાદ છે. હું કોઈ પણ ભોગે મધ્ય પ્રદેશની ધરતી પર લવ જિહાદનો ખેલ ચાલવા દઈશ નહીં. સીએમે આગળ કહ્યું કે, આ અમારો સમાજ છે, અમારા લોકો છે, કોઈ પણ અમારા બાળકો સાથે દગો કરી શકશે નહીં, લગ્ન કરીને ૩૫ ટુકડા કરી દે, આ અમે સહન નહીં કરીએ, જાે જરુર પડશે તો, લવ જિહાદ વિરુદ્ધ કડક કાયદો પણ લાવીશું. આપને જણાવી દઈએ કે, ૨૦૨૩માં વિધાનસભા ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણમાં આદિવાસી વોટર્સને સાવધાન કરવા માટે શિવરાજ સિંહે રાજ્યમાં પેસા એક્ટ લાગૂ કર્યો છે. આ એક્ટ લાગૂ થતાં રાજ્યમાં ગ્રામ સભાને તાકાત આપવામાં આવી છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *