Madhya Pradesh

મધ્યપ્રદેશમાં એક શાળાના પ્રિન્સીપાલ ધો.૧૨ની વિદ્યાર્થીના પ્રેમમાં ભાન ભૂલ્યો

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના સીધી જિલ્લાના એક ગામમાં હાયર સેકન્ડરી શાળાના આચાર્ય ધીરેંદ્ર સિંહે ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીને ફોન કરવાનું શરૂ કરી દીધું. આચાર્ય વિદ્યાર્થિની સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો અને તેને પરેશાન કરવા લાગ્યો. તે વિદ્યાર્થિનીને કહેતો હતો કે, હું ફોન કરું છું એવી કોઈને જાણ ના કરતી. વિદ્યાર્થિની અને આચાર્યનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આચાર્ય વિદ્યાર્થિની સાથે અશ્લીલ વાતો કરી રહ્યો છે. આ વાતો સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. જાે આચાર્ય જ આ પ્રકારની હરકત કરશે તો અન્ય લોકોને કેવી રીતે રોકી શકાશે.મધ્યપ્રદેશના સીધી જિલ્લામાંથી શિક્ષાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક આચાર્યનું દિલ તેની જ શાળાની વિદ્યાર્થિની પર આવી જતા બેશરમીની તમામ હદો પાર કરી દીધી હતી. આચાર્યએ વિદ્યાર્થિનીને ફોન કરવાનું શરૂ કરી દીધું. આશ્ચર્યની વાત એ છે, કે વિદ્યાર્થિનીને શાળામાં યુનિફોર્મ વગર આવવા માટે દબાણ કરવા લાગ્યો. જે માટે આચાર્ય શાળાના નિયમ બદલવા માટે તૈયાર થઈ ગયો. તે વિદ્યાર્થિની સાથે સતત અશ્લીલ વાતો કરવા લાગ્યો, જેથી વિદ્યાર્થીની પરેશાન થઈ જતા તેણે પરિવારજનોને સમગ્ર વાત જણાવી દીધી. વિદ્યાર્થિનીએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક આચાર્યની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. આચાર્યને જામીન મળી ગયા છે. આચાર્ય ધીરેન્દ્ર સિંહ ઘણા સમયથી વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આ મામલે વિભાગીય કચેરીમાં કમિશનર, છડ્ઢય્ સહિત સંયુક્ત સંચાલક લોક શિક્ષા અધિકારીને પણ ફરિયાદ કરી હતી. આ મામલે રામપુર નૈકિન સ્ટેશન પ્રભારી નિરીક્ષક અશોક પાંડેએ જણાવ્યું કે, આચાર્ય વિરુદ્ધ છેડતી સહિત અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

The-student-went-crazy-and-the-principal-was-arrested.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *