મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના બેતુલમાં એક દારૂડિયાએ ક્રૂરતાની તમામ હદ વટાવી પત્ની પર એટલો અત્યાચાર કર્યો કે, મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. મામલો બોરદેહી પોલીસ સ્ટેશન વિસ્તારના ખારી બિસ્કન ગામનો છે જ્યાં નશામાં ધૂત એક વ્યક્તિએ પહેલા તેની પત્નીને ખૂબ માર માર્યો હતો. પછી ક્રૂરતાની હદ વટાવી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લાકડું નાખ્યું. આ પછી મહિલાને ખૂબ લોહી વહી રહ્યું હતું. મહિલાને લોહી નીકળતું જાેઈ પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહિલાનો પુત્ર તેને અમલાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયો જ્યાંથી તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. મહિલાના ભાઈ અને પુત્રએ જણાવ્યું કે, તેને દરરોજ માર મારવામાં આવતો હતો, પરંતુ મહિલાએ ક્યારેય તેનો વિરોધ કર્યો ન હતો. પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને બદલામાં ક્રૂરતાનો સામનો કરવો પડ્યો. મહિલાના મોત બાદ પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યો છે. સાથે જ હવે આ કેસમાં હત્યાની કલમ પણ ઉમેરી દેવામાં આવી છે. પોલીસ આરોપી પતિને શોધી રહી છે. બેતુલ સહિત મહારાષ્ટ્રમાં પોલીસની ટીમ આરોપીઓને શોધવા રવાના થઈ છે. આ ઘટનાનું સાચું કારણ આરોપીની ધરપકડ બાદ જ સામે આવશે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આમાં ગેરકાયદે સંબંધોની શંકાનો એંગલ પણ જણાવવામાં આવી રહ્યો છે. જાે કે, આ હકીકતની પુષ્ટિ થવાની બાકી છે.મધ્યપ્રદેશના બેતુલમાં એક પતિએ પોતાની પત્ની સાથે એવો અત્યાચાર કર્યો કે તમે જાણીને ચોંકી જશો. પતિએ પત્ની સાથે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે. દારૂના નશામાં આરોપી પતિએ પત્નીને બેરહેમીથી માર માર્યો હતો. તેની પત્નીને ગંભીર ઈજા થઈ. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદથી આરોપી પતિ ફરાર છે. હાલ પોલીસ તેને શોધી રહી છે.
