મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના ખંડવાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ઘરેલુ વિવાદને કારણે પોલીસને પતિ-પત્નીને નિવેદન નોંધવા માટે બોલાવવાનું ભારે પડી ગયું હતું. હકીકતમાં સૂરજકુંડના રહેવાસી અરુણ મિશ્રા અને તેની પત્ની વચ્ચે ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે તેની પત્નીએ ખંડવાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં દહેજ માટે ત્રાસ અને ઘરેલુ હિંસા હેઠળ કાર્યવાહી કરવા ફરિયાદ અરજી આપી હતી. ત્યારે પતિ અરુણ મિશ્રાએ પણ તેની પત્ની વિરુદ્ધ ઘરની વસ્તુઓની ચોરી અને અન્ય વ્યક્તિ સાથે અફેરની ફરિયાદ કરી હતી. પત્નીની અરજી પર પોલીસે પતિ-પત્ની બંનેને નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, પરંતુ પતિ અરુણ મિશ્રા પત્ની વિરુદ્ધ ચોરીની હ્લૈંઇ નોંધાવવા જીદે ચડ્યો હતો. જ્યારે પોલીસે ચોરી થયેલા માલનું બિલ માંગ્યું તો તે પોલીસ પર ગુસ્સે થઈ ગયો અને નારાજ થઈને તે કોતવાલી પોલીસ સ્ટેશનમાં બનેલા મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. પતિ અરુણ કુમારે જણાવ્યું કે તે ખંડવાના સૂરજકુંડનો રહેવાસી છે અને ગોવામાં મજૂર તરીકે કામ કરતો હતો. તે ઘરે ન હતો ત્યારે તેની પત્ની અન્ય યુવક સાથે ચાલી ગઈ હતી અને ઘરનો તમામ સામાન પોતાની સાથે લઈ ગઈ હતી. તે આ જ બાબતે હ્લૈંઇ નોંધાવવા માંગતો હતો, પરંતુ પોલીસ તેની ફરિયાદ નોંધી રહી ન હતી, તેથી તે ટાવર પર ચઢી ગયો. કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી બી.એલ.અતોડેએ જણાવ્યું કે પારિવારિક વિવાદને કારણે પતિ-પત્નીને નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. તકરારમાં કોઈ સમાધાન કે સમજૂતી ન થઇ શકતા યુવક ટાવર પર ચઢી ગયો હતો. તેમણે કહ્યું કે, યુવકને સમજાવવામાં આવ્યું હતું કે, જે પણ કાયદેસરની કાર્યવાહી થવી જાેઈએ તે કરવામાં આવશે. ત્યારબાદ યુવક ટાવર પરથી સુરક્ષિત રીતે નીચે ઉતર્યો હતો. મધ્યપ્રદેશના ખંડવામાં રવિવારે સાંજે એક યુવક પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલ એક મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. ટાવર પર ચડેલા યુવકે આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેની પત્ની વિરુદ્ધ એફ.આઈ.આર નથી દાખલ કરી રહી. જેને લઈને પરેશાન થઈને તે આખરે ટાવર પર ચઢી ગયો. જાેકે, વકીલ અને પોલીસની સમજાવટ બાદ યુવક ટાવર પરથી સલામત રીતે નીચે આવ્યો હતો. યુવકની પત્નીએ પોલીસ સ્ટેશનમાં દહેજ માટે અત્યાચાર અને ઘરેલુ હિંસા હેઠળ ફરિયાદ અરજી આપી હતી, જેના આધારે પોલીસે પતિ-પત્નીને નિવેદન માટે બોલાવ્યા હતા. નિવેદન બાદ યુવક પત્ની વિરુદ્ધ કેસ નોંધવા પર અડી રહયો હતો, જ્યારે પોલીસે તેની વાત ન માની તો તે ટાવર પર ચઢી ગયો હતો.
