Madhya Pradesh

માવલ ચેકપોસ્ટ પરથી કારમાંથી ૩ કિલો અફિણનો જથ્થો ઝડપાયો

અમીરગઢ
રીકો પોલીસ સ્ટેશનની તાબા હેઠળ આવતી માવલ ચેકપોસ્ટ પરથી રાત્રે નાકાબંધી દરમિયાન કારમાંથી રૂ.૫ લાખના ૩ કિલો અફિણ સાથે મધ્યપ્રદેશના બે શખસોની ધરપકડ કરી હતી. રીકો પોલીસ સ્ટેશનના અધિકારી હરચંદ દેવાસીએ જણાવ્યું હતું કે ‘એક કારમાં અફીણનો જથ્થો આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. જે અફીણ ગુજરાતમાં લઇ જવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસ અધિક્ષક મમતા ગુપ્તાની સૂચનાથી માવલ ચેકપોસ્ટ પર નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન રાત્રે શિફ્ટ કારને અટકાવી તલાસી લેવામાં આવી તો કારમાં શંકાસ્પદ શખ્સો નજરે પડ્યા હતા. અને કારની અંદરથી એક બોક્સ મળી આવ્યું હતું. તે બોક્સ ખોલીને તપાસ કરતાં તેમાંથી ૩ કિલો અફીણ મળી આવ્યું હતું. જેની કિંમત રૂ.૫ લાખ છે. કાર કબજે કર્યા બાદ મધ્યપ્રદેશના મંદસૌરના રહેવાસી તિલકરાજની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ‘આ અફીણ મંદસૌરમાંથી લાવવામાં આવ્યું હતું. ડિલિવરી ગુજરાતના ઊંઝામાં આપવાની હતી.’

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *