Maharashtra

અદાણીને ૫જીમાં મળ્યું ફુલ ટેલિકોમ સર્વિસ લાયસન્સ

મુંબઇ
ટેલિકોમ ક્ષેત્રે ભારત નવી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું છે. ગત સપ્તાહે જ દેશમાં ૫જી ટેલિકોમ સર્વિસની શરૂઆત થઈ છે અને આ ક્ષેત્રે અંબાણી દૃજ મિત્તલની સીધી લડાઈ જાેવા મળવાની અપેક્ષા હતી એટલેકે જિયો વિ.એરટેલ. દેશના ૨જી ટેલિકોમ ક્ષેત્રે એકહથ્થુ શાસન ધરાવતી વોડાફોન આઈડિયાના આ નવી અપગ્રેડેડ સર્વિસિસમાં પૈસાની તંગીને પગલે સુસ્ત છે. જાેકે ૫જી સ્પેકટ્રમ માટે અદાણીએ પણ અરજી કરી હતી પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે અદાણી સમૂહની કંપનીને સંપૂર્ણ લાયસન્સ મળ્યું છે. અદાણી ડેટા નેટવર્ક્‌સ લિમિટેડને આખરે ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરવા માટે યુનિફાઇડ લાઇસન્સ મળ્યું છે. આ લાઇસન્સ મળ્યા પછી અદાણી ડેટા નેટવર્ક્‌સ દેશમાં તેની ટેલિકોમ સેવાઓ સંપૂર્ણ રીતે શરૂ કરી શકશે. અદાણી ગ્રુપે તાજેતરમાં દેશમાં યોજાયેલી ૫ય્ સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો. હવે ટેલિકોમ માટે યુનિફાઈડ લાઇસન્સ મળ્યા બાદ અદાણીની ટેલિકોમ કંપની પણ તેની ૫ય્ સેવાઓ સાથે દેશમાં પ્રવેશ કરી શકે છે. અદાણી ડેટા નેટવર્ક્‌સ લિમિટેડ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનું એક યુનિટ છે. પીટીઆઈના અહેવાલ અનુસાર અદાણી ડેટા નેટવર્ક્‌સને લાયસન્સ મળ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ લાઇસન્સ સોમવારે જારી કરવામાં આવ્યું છે. ૫જી સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી ડેટા નેટવર્ક્‌સે ૨૦ વર્ષ માટે ૨૧૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. કંપનીએ ૨૬ એચએડ મિલિમીટર વેવ બેન્ડ્‌સમાં ૪૦૦ સ્ૐડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના અધિકારો પ્રાપ્ત કર્યા છે. અદાણી ગ્રૂપે તે સમયે કહ્યું હતું કે કંપની આ એરવેવ્સને તેના ડેટા સેન્ટર્સ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ સિવાય કંપની તેનો ઉપયોગ સુપર એપમાં વીજળી વિતરણથી લઈને એરપોર્ટ, ગેસ રિટેલથી લઈને પોર્ટ સુધીના બિઝનેસ માટે કરશે. અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નવા હસ્તગત કરાયેલા ૫ જી સ્પેક્ટ્રમથી એક યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની અપેક્ષા છે જે અદાણી ગ્રૂપના ડિજિટાઇઝેશનના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઈમરી ઈન્ડસ્ટ્રી અને બી ૨ સી બિઝનેસ પોર્ટફોલિયોના સ્કેલ અને ઝડપને આગળ વધારવામાં મદદ કરશે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *