Maharashtra

અનુપમાની જિંદગીમાં ફરી આવશે તોફાન! આ વ્યક્તિનું અપહરણથી આવશે ટિ્‌વસ્ટ

મુંબઈ
અનુપમા સીરિયલ આજકાલ દરેક ઘરમાં એક લોકપ્રિય બની ગઈ છે. અનુપમાની કહાનીમાં એકવાર ફરીથીલ મેકર્સ મોટો ટિ્‌વસ્ટ લઈને આવી રહ્યા છે. લેટેસ્ટ એપિસોડમાં તમે જાેયું હશે કે અનુપમા ડિંપીને દુર્ઘટના બાગ પોતાના ઘરમાં લઈને આવે છે અને તેની સાથે મળીને ગુંડાઓને પાઠ ભણાવવાની કસમ ખાઈને બેઠી છે. અનુજ પણ પોતાની પત્ની અનુપમાનો સાથ આપી રહ્યો છે. જ્યારે બા એટલે કે લીલા શાહ અનુપમાને કહે છે કે પછી આખો પરિવાર રાખ થઈ જશે… બા કોઈ અનહોની થવાની આશંકા જતાવે છે. અનુપમા ડિંપીના ગુનેગારોને પાઠ ભણાવવા માંગે છે. તે દરરોજ દરેક સમયે લડવા માટે તૈયાર છે, પરંતુ ગુંડા પોતાની હરકતોમાંથી બોધપાઠ લેતા નથી, ઉલ્ટાનું અનુપમાની જિંદગીને નર્ક બનાવવા માંગે છે. ગુંડા હવે અનુપમાને પાઠ ભણાવવા માટે તેના પર હુમલો કરે છે અને પછી અપહરણ કરી લે છે. અનુજને અહેસાસ થઈ જાય છે કે અનુપમા મુશ્કેલીમાં છે, તે પણ દોડતો દોડતો અનુપમાની પાછળ જાય છે પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ જાય છે. જ્યાં એક બાજુ લીલા શાહ પોતાની પસંદગીની વહૂ શાહ પરિવારમાં લાવવા માંગે છે. બીજી બાજુ કિસ્મતે સમર અને ડિંપીનો સાથ લખ્યો છે. ડિંપીને અનુપમા પોતાની સાથે લઈને આવી છે અને તેણે પોતાની દીકરી માનીને તેની દરેક લડાઈમાં તેની સાથે ઉભી છે. હવે આગળ કહાનીમાં જાેવા મળશે કે અનુપમા ઈચ્છશે કે તેના લાડલા સમરના લગ્ન ડિંપી સાથે થાય, જ્યારે લીલા તેનો સખત વિરોધ કરશે. એકવાર ફરીથી અનુપમા સીરિયલમાં લગ્ન અને વહૂને લઈને જાેરદાર તમાશો જાેવા મળશે.

Page-41.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *