Maharashtra

અભિનેતા અર્જુન કપૂરે પોતાનું એક ઘર વહેંચી દેતા ચકચાર મચ્યો

મુંબઈ
બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર હાલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ બંનેમાં શાનદાર ફેજનો સામનો કરી રહ્યા છે. ‘એક વિલન ૨’ ના પ્રમોશનમાં વ્યસ્ત અર્જુન કપૂર અભિનેત્રી મલાઇકા અરોરા સાથે પોતાના સંબંધોને લઇને ખૂબ લાઇમલાઇટમાં રહે છે. હવે અર્જુન કપૂર પોતાનું એક ઘર બેચવાને લઇને ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. જાેકે અર્જુન કપૂરે તાજેતરમાં જ બાંદ્રા વેસ્ટમાં ‘૮૧ ઔરેટ બિલ્ડિંગ’માં એપાર્ટ ૧૬ કરોડ રૂપિયામાં વેચી દીધું છે. એક્ટરનું આ ઘર મલાઇકાના ઘરની પાસે જ હતું. ૪,૩૬૪ વર્ગ ફૂટનો આ ફ્લેટ કેસી માર્ગ પર બિલ્ડીંગના ૧૯મા માળે છે. જાેકે એક્ટરે પોતાના ફ્લેટ વેચવા પાછળનો ખુલાસો કર્યો નથી. અર્જુન કપૂરનો આ ફ્લેટ ૪૩૬૪ સ્ક્વેર ફૂટમાં છે, જેને એક્ટરે ૪ કરોડ રૂપિયાના નુકસાનમાં વેચી દીધો છે. ફ્લેટની રજિસ્ટ્રી ૧૯ મે ૨૦૨૨ ના રોજ થઇ હતી. આ ડોક્યુમેંટ્‌સને અર્જુનની બહેન અંશુલા કપૂરે સાઇન કર્યા છે. અર્જુનનું આ ઘર સી-ફેસિંગ હતું, જ્યાંથી વર્લી સી-લિંકનો સુંદર નજારો દેખાય છે. આ ફ્લેટમાં સ્પા, લાઇબ્રેરી, પૂલ જેવી ઘણી લક્સરી સુવિધાઓ હતી. હાલ અર્જુન જૂહુવાળા ઘરમાં રહે છે. તો બીજી તરફ લેડી લવ મલાઇકા ‘૮૧ ઔરેટ બિલ્ડિંગ’ માં રહે છે. મલાઇકા ઉપરાંત આ બિલ્ડિંગમાં સોનાક્ષી સિન્હા, કરણ કુંદ્રા અને ક્રિકેટર પૃથ્વી શો પણ રહે છે. અનુસાર અર્જુન કપૂરની નેટ વર્થ લગભગ ૭૪ કરોડ રૂપિયા છે. એક્ટર એક ફિલ્મ માટે ૫ થી ૭ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તેમના બ્રાંડ્‌સ એડવરટાઇઝમેંટથી પણ સારી કમાણી કરે છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *