Maharashtra

અભિનેત્રી કંગના રનૌતે ધ કાશ્મીર ફાઈલ્સને સમર્થન આપ્યું અને બોલિવુડ પર કટાક્ષ કર્યો

મુંબઈ
કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે બોલિવૂડની આકરી ટીકા કરી છે. અભિનેત્રીએ કહ્યું કે વિવેચકો અને પ્રેક્ષકો તરફથી સારી સમીક્ષાઓ હોવા છતાં, કોઈ પણ બોલિવૂડ સ્ટાર ફિલ્મ વિશે વાત કરી રહ્યા નથી.સાથે તેણે કહ્યુ કે, બોલિવૂડના પાપ ધોવાઈ ગયા ‘કાશ્મીર ફાઇલ્સને લઈને ફિલ્મ ઉદ્યોગમાં પિન-ડ્રોપ સાયલન્સ પર ધ્યાન આપો. માત્ર કન્ટેન્ટ જ નહીં, તેનો બિઝનેસ પણ શાનદાર છે.ઈનવેસ્ટમેન્ટ અને કમાણીને જાેતા ફિલ્મ આ વર્ષની સૌથી લાભદાયક ફિલ્મ બનશે. તેણે આગળ લખ્યુ છે,’આનાથી એ માન્યતા તૂટી ગઈ છે કે કોરોના પછી ફક્ત મોટા બજેટની ફિલ્મો જ થિયેટરોમાં ચાલી શકશે. આ ફિલ્મ દરેક માન્યતાને તોડી રહી છે અને દર્શકોને થિયેટરોમાં પાછા લાવી રહી છે. મલ્ટિપ્લેક્સમાં સવારે ૬ વાગ્યાના શો પણ ફુલ થઈ જાય છે. આ અકલ્પનીય છે ! ‘બુલીદાદ’ અને તેના ચમચાઓ આઘાતમાં છે. આખી દુનિયા તેમને જાેઈ રહી છે, છતાં તેઓ એક શબ્દ પણ બોલી શક્યા નહીં. તેમનો સમય પૂરો થઈ ગયો છે. કંગના રનૌતે એવી ફિલ્મોની પણ મજાક ઉડાવી હતી જેણે હેડલાઇન્સ માટે કથિત રીતે તેમના બોક્સ ઑફિસ નંબરો પર કથિત રીતે હેરાફેરી કરી હતી. રસપ્રદ વાત એ છે કે, થિયેટરોમાં ‘રાધે શ્યામ’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સહિત મોટા બજેટની ફિલ્મો ચાલી હોવા છતાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દર્શકોની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવી છે.‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. શુક્રવારે પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન ૩.૫૫ કરોડ નોંધાયું હતું. જ્યારે શનિવારે ફિલ્મે ૧૩૯.૪૪ ટકાના વધારા સાથે ૮.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.ઉપરાંત ફિલ્મે રવિવારે અપેક્ષા મુજબ જબરદસ્ત કમાણી કરી હતી.હંમેશા વિવાદોમાં રહેતી બોલિવુડ ક્વીન કંગનાએ ધ કાશ્મીર ફાઈલ્સનું સમર્થન કરીને ફરી એક વાર બોલિવુડ પર કટાક્ષ કર્યો છે.

Kangana-Ranaut-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *