Maharashtra

અભિનેત્રી કાજાેલ અને તેની પુત્રી ન્યાસા કોરોના સંક્રમિત થયા

,મુંબઈ
કાજાેલ પોતાના મજાકિયા અંદાજને કારણે ઓળખાય છે. કાજાેલે કોરોના સંક્રમિત થઈ હોવાના સમાચાર પણ દીકરીની તસવીર શેર કરીને આપ્યા છે અને સાથે જ તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. કાજાેલે કેપ્શનમાં લખ્યું છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મારી લાલ થઈ ગયેલી નાક કોઈને બતાવવા નથી માંગતી, માટે મને દુનિયાની સૌથી સ્વીટ સ્માઈલને શેર કરવાનો આઈડિયા વધારે સારો લાગ્યો. મિસ યુ ન્યાસા. કાજાેલની આ પોસ્ટ પર પ્રિયંકા ચોપરાએ પણ કમેન્ટ કરી છે. તેણે ન્યાસાના વખાણ કર્યા છે. કાજાેલની આ પોસ્ટ પર તેના ફેન્સ રિકવર થવાની શુભકામનાઓ તો પાઠવી રહ્યા છે. સાથે સાથે ન્યાસાની આ સુંદર તસવીરના વખાણ પણ કરી રહ્યા છે. કાજાેલ અને અજય દેવગણના બે બાળકો છે. ન્યાસા અને યુગ. યુગ અત્યારે માતા-પિતા સાથે મુંબઈમાં રહે છે અને અભ્યાસ કરે છે. અજય દેવગણ અત્યારે પોતાના ઓટીટી ડેબ્યુને કારણે વ્યસ્ત છે. તાજેતરમાં જ તેની વેબ સીરિઝ રુદ્રાનું ટ્રેલર રીલિઝ થયું છે. આ ટ્રેલરના ઘણાં વખાણ થઈ રહ્યા છે.કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બોલીવૂડના અનેક સેલિબ્રિટી કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે. બોલીવૂડની સ્ટાર એક્ટ્રેસ કાજાેલ કોરોનાથી સંક્રમિત થઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે. તેની પુત્રી ન્યાસા પણ કોરોનાથી સંક્રમિત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *