Maharashtra

આઈપીએલના સ્થળ માટે ૨૦ ફેબ્રુઆરી સુધીમાં ફેંસલો ઃ બીસીસીઆઈ

મુંબઈ
તાજેતરની સ્થિતિ એ છે કે મ્ઝ્રઝ્રૈં ભારતમાં જ ૈંઁન્ ૨૦૨૨નું આયોજન કરવાના મૂડમાં છે. પરંતુ, જાે કંઈક થયું, જેના કારણે પ્લાન બદલવો પડ્યો, તો દક્ષિણ આફ્રિકાને સ્થળ વિકલ્પ તરીકે અજમાવી શકાય છે. ગયા શનિવારની મીટિંગ પછી, મ્ઝ્રઝ્રૈંએ તમામ ફ્રેન્ચાઇઝીઓને કહ્યું છે કે તેઓ ૨૦ ફેબ્રુઆરી સુધીમાં સ્થળ અંગે અંતિમ ર્નિણય લેશે. મ્ઝ્રઝ્રૈં સેક્રેટરી જય શાહ પહેલા જ કહી ચુક્યા છે કે ૈંઁન્ ૨૦૨૨ માર્ચના છેલ્લા અઠવાડિયાથી યોજાશે. લોન્ચની તારીખ ૨૭ માર્ચ હોઈ શકે છે. અને આ લીગ મે સુધી ચાલશે. ભારતમાં કોરોનાનો ખતરો છે. આ હોવા છતાં, ઘણા ફ્રેન્ચાઇઝ માલિકો ઇચ્છે છે કે ઇવેન્ટ ભારતમાં જ યોજાય. આ ટુર્નામેન્ટ મુંબઈ અને પુણેના ખાલી સ્ટેડિયમમાં યોજાય તેવી શક્યતા છે.ૈંઁન્ ૨૦૨૨ ના સ્થળમાં બીજા વિકલ્પ તરીકે દક્ષિણ આફ્રિકાનું નામ સૌથી આગળ છે. ખુદ મ્ઝ્રઝ્રૈં એ પણ આ અંગે પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પણ લીગના આયોજનની પોતાની યોજના મ્ઝ્રઝ્રૈંની સામે રાખી છે. મતલબ કે તે પૂરા ઉત્સાહ સાથે ૈંઁન્ ૨૦૨૨ નું આયોજન કરવા માટે પણ તૈયાર છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે ભારતમાં ટુર્નામેન્ટનું આયોજન થવાની શક્યતાઓ દેખાતી નથી. આ જ કારણ છે કે મ્ઝ્રઝ્રૈંએ અંતિમ સ્થળ નક્કી કરવા માટે ૨૦ ફેબ્રુઆરી સુધીનો સમય લીધો છે. ૨૦ ફેબ્રુઆરી પહેલા શું થશે, પહેલા જાણી લો. ૈંઁન્ ૨૦૨૨ ની મેગા ઓક્શન સમાપ્ત થશે. એટલે કે તમામ ૧૦ ટીમો તેમની આખી ટીમ ફોર્સ સાથે જાેવા મળશે. જેનો મતલબ કયો ખેલાડી કઈ ટીમમાં છે તે સ્પષ્ટ થશે. આ સાથે એ પણ જાેવામાં આવશે કે મેગા ઓક્શનના સંગઠન પર કોરોનાની કોઈ અસર તો નથી થઈ. જાે કે, હવે તે દરખાસ્તની વાત છે જે ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા તૈયાર કરીને બીસીસીઆઈને મોકલવામાં આવી છે. મીડિયા રિપોર્ટમાં મુજબ ક્રિકેટ દક્ષિણ આફ્રિકા ખૂબ ઓછા પૈસામાં ટૂર્નામેન્ટનું આયોજન કરશે. દક્ષિણ આફ્રિકામાં આઈપીએલનું આયોજન કરવાનો અર્થ એ થશે કે ત્યાં હવાઈ મુસાફરી, હોટલ અને અન્ય સુવિધાઓ પર વધુ ખર્ચ નહીં થાય. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ કહ્યું કે લીગનું આયોજન જાેહાનિસબર્ગ અને તેની આસપાસના ૪ સ્થળોએ કરવામાં આવશે. મોટાભાગની મેચ જાેહાનિસબર્ગમાં યોજાશે. જ્યારે તે સિવાય કેટલીક મેચ સેન્ચુરિયન, વિલોમૂર અને સેનવેસ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજીત થઇ શકે છે.

Ravi-Shastri-BCCI.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *