Maharashtra

આઈપીએલમાં અમદાવાદના સૌરવ ચૌહાણની બેઝ પ્રાઈઝ ૨૦ લાખ

મુંબઈ
આઈપીએલમાં આ વખતે ગુજરાતી ખેલાડીઓ પર ધનની વર્ષા થશે. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં મેગા ઓક્શન યોજાશે. અમદાવાદના ક્રિકેટર સૌરવ ચૌહાણ પણ આઈપીએલ હરાજીમાં ભાગ લઈ રહ્યો છે અને તેની બેઝ પ્રાઈઝ રૂ. ૨૦ લાખ છે. અન્ય ગુજરાતીએ ખેલાડીઓ પ્રિયાંક પંચાલ, ઉર્વીલ પટેલ, ચિરાગ ગાંધી સહિતના ખેલાડીઓ ઉપર પણ નજર રહેશે. આ તમામ ખેલાડીઓની બેઝ પ્રાઈઝ રૂ. ૨૦ લાખ છે. આઈપીએલની ગત સિઝનમાં ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્ટી ટીમે રૂ. ૧.૨૦ કરોડમાં ખરીદ્યો હતો. ચેતન સાકરિયાએ પોતાની ઝડપી બોલિંગના જાદુથી સૌને પ્રભાવિત કર્યા હતા.આઈપીએલમાં આ વર્ષે દેશ અને વિદેશના મળીને ૫૯૦ ખેલાડીઓ સામેલ થશે. ૧૦ ટીમોના સુચનને આધારે આ અંતિમ યાદી તૈયાર કરવામાં આવી છે. હરાજીમાં ૩૭૦ ભારતીય ખેલાડીઓ અને ૨૨૦ વિદેશી ખએલાડીઓ ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *