Maharashtra

આઈપીએલ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સ ચહલને ખરીદશે ઃ રોહિત શર્મા

મુંબઈ
યુઝવેન્દ્ર ચહલે ૪ વિકેટ લઈને ૬ વિકેટે પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીતના આ હીરોના વખાણ કર્યા, પરંતુ એક મોટી નિશાની પણ છોડી દીધી, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ૈંઁન્ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સ ચહલને ખરીદશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ બનતા પહેલા ચહલ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો હતો. હવે ફરી એકવાર તે જ ટીમમાં પરત ફરવાની શક્યતાઓ છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, જે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન પણ છે, તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે પછી ચહલને પોતાનો મહત્વપૂર્ણ ખેલાડી ગણાવ્યો હતો અને તેની સાથે આઈપીએલની હરાજી વિશે સીધી વાત કરી હતી. ચહલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ૯.૫ ઓવર ફેંકી હતી, જેમાં તેણે ૪૯ રનમાં ૪ બેટ્‌સમેનોને આઉટ કર્યા હતા. તેમાં કેરેબિયન કેપ્ટન પોલાર્ડની વિકેટ પણ સામેલ હતી. ચહલે આ દરમિયાન વનડેમાં તેની ૧૦૦મી વિકેટ પણ લીધી હતી. રોહિત શર્માએ મેચ બાદ વન-ટુ-વન સેશનમાં ચહલના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે પહેલા તેને ૧૦૦મી વિકેટ માટે અભિનંદન આપ્યા, ચહલે પણ મેચમાં મળેલી પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય રોહિત શર્માને આપ્યો હતો. કહ્યું કે લેગ સ્પિનરનું મુખ્ય હથિયાર ગુગલી છે, તેને છોડશો નહીં. તમે જેટલું વધુ ગુગલિ કરશો, તે વધુ અસરકારક રહેશે. તેનો ફાયદો મને વેસ્ટ ઈન્ડિઝ સામે મળ્ર્યો પ્લેયર ઓફ ધ મેચ બનેલા ચહલનો ઈન્ટરવ્યુ લઈ રહેલા રોહિત શર્માએ અંતમાં શું કહ્યું, તે આંખ ખોલનારી હતી. ચહલને સીધો સંદેશ આપતા રોહિતે કહ્યું, તે તેમનો મુખ્ય ખેલાડી છે અને તે જ માનસિકતા સાથે રમે છે. ચડાવ-ઉતાર છે. માનસિકતા જાળવી રાખવાની જરૂર છે. અને પછી આઈપીએલની હરાજી પણ આવી રહી છેરોહિતના આ શબ્દોથી કંઈ સ્પષ્ટ નથી થયું, પરંતુ એવો સંકેત ચોક્કસ છે કે જાે કેપ્ટનના મગજમાં ચહલનું નામ ચાલી રહ્યું છે તો તેની ફ્રેન્ચાઈઝી એટલે કે મુંબઈ ઈન્ડિયન્સ પણ તેના વિશે વિચારશે.

Rahul-Dravids-master-plan-made-Team-India-champions.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *