Maharashtra

આર્ટવર્ક એક્ઝિબિશનમાં મળેલી આવકનો ઉપયોગ ચેરિટી માટે કરાશે

મુંબઈ
પૂણેમાં વસતા ધાર્મિક અને સરળ ગુજરાતી પરિવારના બિના દલાલના આર્ટવર્કનું એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે. ૫ જુલાઈ, મંગળવારે સાંજે પાંચ કલાકે એક્ઝિબિશનનો આરંભ થશે. બિના દલાલના જીવનમાં પતિ અને કલા સાથેની લાગણી મહત્ત્વની રહી છે. જીવનની આ સફર દરમિયાન પોઝિટિવ અને હોપલેસલી રોમેન્ટિક કેરેક્ટરે ઘણી વખત પડકારોનો સામનો કર્યો હતો. આમ છતાં અડગ નિર્ધાર અને સ્વ સાથે જાેડાયેલા રાખવામાં મીડિયમ તરીકે આર્ટ મદદરૂપ બન્યું છે. તેથી ‘લાઈફ ઈઝ કેન્વાસ એન્ડ યુ આર ધ આર્ટિસ્ટ’ ટાઈટલ હેઠળ બિનાબેનના આર્ટવર્કનું એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે. ૧૦મી જુલાઈ સુધી સાંજે ૪થી ૮ દરમિયાન અમદાવાદની ગુફા ખાતે આ એક્ઝિબિશન નિહાળી શકાશે. એક્ઝિબિશનમાં મળેલી આવકનો ઉપયોગ ચેરિટી માટે કરવામાં આવશે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *