Maharashtra

આલિયા ભટ્ટ ગંગુબાઈ કાઠિયાવાડીમાં ગરબા કરતી જાેવા મળશે

 

મુંબઈ
આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા ગીતની પ્રથમ ઝલક બતાવી, ત્યારથી આલિયાના ચાહકો તેના ગીતને જાેવા માટે ઉત્સુક હતા. હવે ગીત રિલીઝ થયા બાદ આલિયા અને ગીતને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગીતની વાત કરીએ તો આમાં આલિયા ભટ્ટ સફેદ સાડીમાં ખૂબ જ દમદાર અંદાજમાં રસ્તા પરથી પસાર થતી જાેવા મળે છે. બધા તેને શુભેચ્છા પાઠવે છે. ગીતને જાેઈને એવું લાગે છે કે જાણે કોઈ તહેવારની ઉજવણી થઈ રહી હોય. આલિયા ભટ્ટ અનેક મહિલાઓથી ઘેરાયેલી છે, જે તેને ચીયર કરી રહી છે. કૃતિ મહેશે આલિયાના ગીત ‘ઢોલિડાને કોરિયોગ્રાફ કર્યું છે. આ ગીત સાહિલ હાડાએ કમ્પોઝ કર્યું છે અને જાહ્નવી શ્રીમાંકરે ગાયું છે. આ ગીતના સંગીતકાર સંજય લીલા ભણસાલી છે,આલિયા ભટ્ટ પર ફિલ્માવાયેલા આ ગીતને જાેયા બાદ દર્શકોમાં ફિલ્મ જાેવાની આતુરતા સ્પષ્ટપણે જાેવા મળે છે. આલિયાના આ ગીત પર લોકો પોતાની પ્રતિક્રિયા આપતા આલિયાના વખાણ કરી રહ્યા છે. આલિયા ભટ્ટની ફિલ્મ બાયોગ્રાફિકલ ક્રાઈમ ડ્રામા છે. આલિયા ભટ્ટ ફિલ્મમાં કાઠિયાવાડની રહેવાસી ગંગુબાઈનું પાત્ર ભજવી રહી છે, જે પાછળથી કમાઠીપુરાની લોકપ્રિય વ્યક્તિ બની ગઈ છે. ગંગુબાઈને તેના જ પતિ ૫૦૦ રૂપિયામાં વેચી દે છે અને પછી તે એક હાથથી બીજા હાથે વેચાતી કમાઠીપુરાની મજબૂત મહિલા બની જાય છે. આ ફિલ્મની વાર્તા લેખક હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઈમાંથી લેવામાં આવી છે. આ ફિલ્મમાં ગંગુબાઈના જીવનના દરેક પાસાને સ્પર્શવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક સામાન્ય છોકરી કેવી રીતે કમાઠીપુરાની રાણી બની જાય છે, આ બધું આ ફિલ્મમાં જાેવા મળશે.

Alia-Bhatt-Gangubai-Kaithyawadi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *