Maharashtra

આશિકી ફેમ અનુ અને રાહુલ સેટ પર કઈ બાબતે થઈ બબાલ, જાણો આ છે બાબત

મુંબઈ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથો-સાથ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી પણ એટલી જ ચર્ચામાં રહે છે. ટીવી શો ના માધ્યમથી કલાકારો કરોડો લોકો સુધી પહોંચે છે. ત્યારે ટીઆરપી વધારવાના ચક્કરમાં કોઈકને કોઈક ગતકડા કરતા રહે છે. એવામાં ટીવીમાં ચાલતા રીયાલિટી શો ના કારણે ટીઆરપીમાં ભારે ઉછાળો આવતો હોવાથી આવા શો માં હંમેશા કોઈકને કોઈક વિવાદ ઉભો કરવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં જ રિયાલિટી શો ઈન્ડ્યિન આઈડલને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં મહેશ ભટ્ટીની સુપરહીટ ફિલ્મ આશિકીની જાેડી આ શો ના સેટ પર આવી હતી. રાહુલ રોય અને અનુ અગ્રવાલને જાેઈને દર્શકો પણ જુમી ઉઠ્‌યાં હતાં. પણ એના પછી જે થયું એનાથી એક નવી બબાલ ઉભી થઈ. ૯૦ના દાયકાની હિટ ફિલ્મ ‘આશિકી’માં અનુ અગ્રવાલ, રાહુલ રોય, દીપિક તિજાેરીએ કામ કર્યું હતું. આ ત્રણેય કલાકારો શોમાં આવ્યા હતા. આ ઉપરાંત સિંગર કુમાર સાનુ પણ હતા. શોમાં અનુ એક્ટર રાહુલ રોય તથા દીપક તિજાેરીની બાજુમાં બેઠી હતી, પરંતુ શોમાં તે બહુ જાેવા મળી નહોતી. એક મીડિયા પોર્ટલ સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે તેના સીન કપાઈ જવાને કારણે તે અપસેટ છે, પરંતુ તે આ વાતને મુદ્દો બનાવશે નહીં. તેણે શોમાં સ્પર્ધકોને મોટિવેટ કર્યા અને તેમના સંઘર્ષની વાત સાંભળી હતી. અનુ અગ્રવાલે મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘સાચું કહું તો હું ઘણી જ દુઃખી છું. મેં શોમાં જે પણ કહ્યું તે પ્રેરણાદાયી હતું, પરંતુ લોકો સુધી આ મેસેજ પહોંચ્યો જ નહીં. મને મારી ચિંતા નથી, પરંતુ મારા શબ્દો બતાવવામાં ના આવ્યા તે વાતની પરવા છે. અમે લોકો પાસેથી પ્રેરણા લઈએ છીએ, આપણે તમામ હીરો છીએ. હું આ માટે કોઈને જવાબદાર ઠેરવવા માગતી નથી. મારા મનમાં શો સાથે જાેડાયેલા તમામ લોકો પ્રત્યે પ્રેમ છે.’ અનુએ વધુમાં કહ્યું હતું કે તે જ્યારે સ્ટેજ પર આવી તો લોકોએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું હતું. તે દર્શકોના પ્રેમથી ખુશ થઈ ગઈ હતી. તે આ સમયે ભગવાન અંગે વિચારતી હતી. કુમાર સાનુએ પણ તાળી પાડી અને તમામ લોકો ઊભા થઈ ગયા હતા. આ બધા જ સીન્સ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. તે ડિફેન્સિવ ઝોનમાં જવા માગતી નથી. ચેનલને બ્લેમ કરવાની તેની ઈચ્છા નથી. તે સેલ્ફ મેડ તથા સેલ્ફ હીલ ગર્લ છે. તેના માટે યુવતીઓને મોટિવેટ કરવી જરૂરી છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *