Maharashtra

આ ચિત્રકારે ‘જાેયેલું, સાંભળેલું અને અનુભવેલું’ થીમ પર બનાવેલું ચિત્ર હાલ છે ચર્ચામાં..

મુંબઈ
એક સામાન્ય પરિવારમાં જન્મેલા ગોપાલ પરમારે ધગસ અને રુચિના કારણે પેઈન્ટીંગના ફિલ્ડમાં કાઠું કાઢ્યું છે. જીવનના અનેક વર્ષ સંઘર્ષ,મહેનત અને મજૂરીમાં પસાર કર્યા બાદ, આર્ટ ફિલ્ડમાં આગળ વધવાના લક્ષ્ય સાથે તેણે સી.એન. ફાઈન આર્ટ્‌સમાં પાંચ વર્ષનો કોર્સ પૂરો કર્યો અને પેઈન્ટીંગ ક્ષેત્રે જ આગળ વધવા માટે એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી, વધુને વધુ શીખવાનો પ્રયત્ન કર્યો. ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડમીના સહયોગથી ગત અઠવાડિયે ‘જાેયેલું, સાંભળેલું અને અનુભવેલું’ થીમ પર ગોપાલનું પેઈન્ટીંગ પ્રદર્શન યોજાયું હતું. ગોપાલના ચિત્રો નિહાળનાર દરેક વ્યક્તિએ તેની કળાની વાહવાહી કરી હતી અને જવ્વલે જ જાેવા મળતાં આવા અનોખા ટેલેન્ટની સરાહના થઈ હતી. ગોપાલ તેની કળાથી દેશની અનેક કોમ્પિટિશન્સમાં એવોર્ડ જીતીને સન્માન મેળવી ચૂક્યો છે. ભવિષ્યમાં તેની ઈચ્છા આ ફિલ્ડમાં જ આગળ વધીને નવીનવી થીમ પર સારા પેઈન્ટીંગ્સ બનાવવાની છે. આ પ્રદર્શનમાં સાયકલનું એક ચિત્ર વિઝિટર્સને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ વિશે ગોપાલનું કહેવું છે કે, આ સાયકલ મારા પિતાની છે. તેઓ દરરોજ તેની પર સવાર થઈને કામ કરવા જતાં હતા. તેમના મૃત્યુ પછી આ સાયકલ એક ખૂણામાં પડી રહેતી હતી અને સમય જતાં તેના એક-એક પાર્ટસ અલગ થઈ રહ્યા હતા. આ સાયકલ મારા માટે ભૂતકાળ અને આજના સમય માટે પ્રેરણા બની છે. સાયકલનું હેન્ડલ અને ખોવાયેલા બીજા પાર્ટસ મેં જાતે દોરીને મારા પિતાની સાયકલને પૂરી કરી છે .

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *