મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે એ સોમવારે પોતાની જાતને શિવસેનાનો મુખ્ય નેતા તરીકે જાહેર કર્યા હતા. આમ શિવસેનાના બાગી નેતાઓ સાથે રાષ્ટ્રિય કાર્યકારિણીની જાહેરાત પણ કરી હતી. જાે કે ઉદ્ધવ ઠાકરેને નવી કાર્યકારિણીના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે સુપ્રિમ કોર્ટ બાગી નેતાઓને અયોગ્ય ઠેરવાને લઇને સૂનવણી હાથ ધરાશે. કોર્ટની સુનવણી પહેલા શિંદે એ મહત્વનું પગલુ લીધુ હતુ. શિવસેનાના ૧૯ માથી ૧૨ સાંસદોએ શિંદેને સમર્થન પણ કર્યુ છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા આ ર્નિણયને ફગાવી દેવામાં આવ્યો હતા. બાગી ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરેને મુ્ખ્ય નેતા બનાવી રાખવા માંગે છે. તેમજ શિંદે સાથે પણ રહેવા માંગ છે. કેમ કે પાર્ટીના મોટાભાગના નેતા તેમને સમર્થન આપી રહ્યા છે. એક નાથ શિદેનો આ ર્નિણય હેરાન કરનાર છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા એકનાથ શિદેને પહેલા જ રાષ્ટ્રીય કાર્યકારિણીમાથી હટાવી દિધા હતા. શિંદે ગૃપના એક સાસંદે જણાવ્યું હતુ કે, ઉદ્ધવ ઠાકરે રહેશે પાર્ટીના આધ્યક્ષ પરંતુ શિંદે પાર્ટીના મુખ્ય નેતા હશે. આ શિવાય સંગઠનના અન્ય પદો પર પણ નિયુક્તિ કરવામાં આવી છે. જેમા આનંદરાય અદસુલ, રામદાસ કમમ ને પણ પાર્ટીમાં સ્થાન આપવામાં આવ્યુ છે. તાનાજી સાવંત, ગુલાબરાવ પાટિલ, ઉદય સામંત, પૂર્વ સાંસદ શિવાજીરાવ અથલરાવ પાટિલ, યશવંત જાધવ, વિજય ન્હાતા, શરદ પોખશેને પાર્ટીના ડેપ્યુટી નેતાના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્ય દિપક કેસરકરને પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવામાં આવ્યા છે. શિવસેનાની અંદરના નિયમોને અનુસરીને પાર્ટી મુખ્ય નેતાની મદદ માટે નેતા હોય છે અને તેની મદદ માટે ઉપનેતા પણ હોય છે. જેની મદદથી પાર્ટીનું સંચાલન થાય છે. નવ નિયુક્ત ઉપ નેતાએ જણાવ્યું હતુ કે, ઉદ્ધવ ઠાકરેને પાર્ટીના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. આ ર્નિણય દરેક ધારાસભ્યનો છે. આના દ્વારા બાગી ધારાસભ્યો એ દેખાડવાનો પ્રયાસ કરે છે કે, પાર્ટીની અંદર કોઇ પણ પ્રકારનો ભેદભાવ નથી. પાર્ટીએ હિંદુ સમર્થક પાર્ટી એટલે કે ભાજપ સાથે ગઠબંધન કર્યુ છે
