મુંબઈ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં તમે એક બાળકીને તેના માતા-પિતા સાથે જાેઈ શકો છો. ફોટો જાેઈને ખબર પડે છે કે છોકરીનો જન્મદિવસ છે અને તેનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. છોકરીએ તેના માથા પર ટોપી પહેરેલી છે અને તેની માતાના ખોળામાં બેઠેલી નજરે પડે છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે આજના સમયમાં આ છોકરી કોણ છે? જાે નહીં, તો જણાવી દઈએ કે આ બીજું કોઈ નહીં પણ આજના સમયમાં બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રી ઉર્વશી રૌતેલા છે. હા, ઉર્વશી રૌતેલા આ ફોટામાં તેના માતા-પિતા સાથે જાેવા મળી શકે છે. ઉર્વશી રૌતેલાનો આ ફોટો તેના એક ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં ઉર્વશી રૌતેલા થ્રિલર ફિલ્મ ‘બ્લેક રોઝીસ’માં લીડ રોલમાં જાેવા મળશે. આ ઉપરાંત અભિનેત્રી આગામી દિવસોમાં રણદીપ હુડ્ડા સાથે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં પણ જાેવા મળશે.બોલિવૂડ સ્ટાર્સના અંગત જીવન વિશે જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. બોલિવૂડ પ્રેમીઓ હંમેશા તેમના મનપસંદ સ્ટાર્સ બાળપણમાં કેવા દેખાતા હતા, તેમણે તેમનો અભ્યાસ ક્યાં કર્યો, તેઓ ક્યાં રહેતા હતા, આવી બધી બાબતો જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. બોલિવૂડ સેલેબ્સને તેમના બાળપણના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ કરીને ઓળખવાની ચેલેન્જ આપવામાં આવી રહી છે. અમે તમારા માટે લાવ્યા છીએ આવી જ એક સેલિબ્રિટીનો ન જાેવાયેલ ફોટો, જેને મોટા મોટા દિગ્ગજાે પણ ઓળખી શકતા નથી. તમને જણાવી દઈએ કે, આ ફોટામાં તેના માતા-પિતા સાથે જન્મદિવસની ઉજવણી કરતી આ નાની છોકરી આજે બોલિવૂડની ટોચની અને સૌથી ખૂબસૂરત અભિનેત્રી છે.
