મુંબઈ
દુનિયામાં નક્કામા માણસની કોઈ દિવસ કદર થતી નથી પરંતુ આ જ નક્કામો માણસ કંઈક વિશેષ કામ કરીને બતાવે ત્યારે તેની વાહવાહી જરૂર થાય છે. આવા જ એક કોન્સપ્ટ પર બનેલી એન્ટરટેઈનિંગ ફિલ્મ ‘નિક્કમા’ની સ્ટારકાસ્ટ પ્રમોશન માટે અમદાવાદ પહોંચી હતી. ફિલ્મના ટાઈટલ ‘નિક્કમા’ વિશે અભિમન્યુએ કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં એક સમયે આવું બિહેવિયર કરે છે અને મારી પર્સનલ લાઈફની વાત કરું તો હું પણ તે સમયગાળામાંથી પસાર થઈ ચૂક્યો છું. દરેકની લાઈફમાં એક ટાઈમ એવો આવે છે જયારે તેની પાસે કોઈ ગોલ નથી હોતો અને તે સમયને તે વેસ્ટ કરવાની સાથે એન્જાેય કરતો હોય છે. ફિલ્મની વાત કરું તો ‘નિક્કમા’ એક માસ ઓડિયન્સ માટે બનેલી ફિલ્મ છે. જેમાં લવ સ્ટોરીની સાથે એક્શનનો તડકો છે. આ મૂવીમાં શિલ્પા શેટ્ટી સ્પેશિયલ અવતારમાં નજર આવવાની છે. શિલ્પા શેટ્ટી સાથે કામ કરવાના અનુભવ વિશે શર્લીએ કહ્યું હતું કે, તેઓ સેટ પર ખૂબ જ એનર્જી ભરી દે છે. હું અત્યારે મારા કરિયરના પ્રારંભિક તબક્કામાં છું અને આ સમયે તેમની સાથે કામ કરવું એક શાનદાર અનુભવ રહ્યો છે. અમે શૂટિંગ સમયે ખૂબ જ એન્જાેય કર્યું છે અને આગામી ૧૭ જૂને અમે દર્શકો માટે અમારી મસ્તીભરી સફર ‘નિક્કમા’ લઈને આવી રહ્યા છીએ. હું વધુને વધુ ફિલ્મોનો હિસ્સો બનવા માગુ છું. સિંગિંગ મારું પેશન છે એટલે એક્ટિંગ અને સિંગિંગ આ બંને ક્ષેત્રે ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવા ઈચ્છું છું. શબ્બીર ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે અભિમન્યુએ કહ્યું હતું કે, હું એક્શન હીરો તરીકે પ્રોજેક્ટ થવા ઈચ્છું છું. તેમની સાથે કામ કરવું એક અનોખો લહાવો છે. શબ્બીર સરે અગાઉ અનેક સફળ એક્શન ફિલ્મો ડિરેક્ટ કરી છે. તેમણે મારી પાસેથી બહુ સરળતાથી કામ લીધું છે અને તેમની સાથે કામ કરવાની મને ખૂબ જ મજા આવી. શર્લીએ આ અંગે જણાવ્યું કે, હું ન્યૂઝીલેન્ડથી આવી છું અને મારા પેરેન્ટ્સ મારી સેફટી અને સિક્યુરિટીને લઈને ખૂબ જ ચિંતિત હતા. શબ્બીર સરે મારા પેરેન્ટ્સને ખાતરી આપી કે તે સુરક્ષિત હાથોમાં છે અને તે ટેલેન્ટેડ છે. તેને આ ફિલ્મ સાઈન કરવા દો.


