બુલડેક્સ વાયદામાં 204 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 539 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 220 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,46,254 સોદાઓમાં કુલ રૂ.20,635.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 204 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 539 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 220 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,07,435 સોદાઓમાં કુલ રૂ.6,278.11 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,623ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,786 અને નીચામાં રૂ.52,152ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.615 ઘટી રૂ.52,263ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.409 ઘટી રૂ.41,927 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 ઘટી રૂ.5,189ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,613ના ભાવે ખૂલી, રૂ.631 ઘટી રૂ.52,197ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.70,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,398 અને નીચામાં રૂ.68,809ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1410 ઘટી રૂ.68,960ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 1306 ઘટી રૂ.69,106 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,290 ઘટી રૂ.69,122 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,071 સોદાઓમાં રૂ.1,476.76 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.8.90 ઘટી રૂ.273.75 અને જસત માર્ચ વાયદો રૂ.4.80 ઘટી રૂ.314ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.15.85 ઘટી રૂ.794.55 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.8.2 વધી રૂ.2,802.70 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.15 ઘટી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 45,251 સોદાઓમાં કુલ રૂ.3,794.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,184ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,213 અને નીચામાં રૂ.7,867ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.426 ઘટી રૂ.7,909 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.15 ઘટી રૂ.349.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 936 સોદાઓમાં રૂ.109.20 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.38,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.38,480 અને નીચામાં રૂ.38,180ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.120 ઘટી રૂ.38,240ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,101ના ભાવે ખૂલી, રૂ.133 વધી રૂ.17101 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.1029 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 23,012 સોદાઓમાં રૂ.3,356.84 કરોડનાં 6,381.567 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 84,423 સોદાઓમાં કુલ રૂ.2,921.27 કરોડનાં 419.575 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 29,071 સોદાઓમાં રૂ.2,917.47 કરોડનાં 36,27,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 16,180 સોદાઓમાં રૂ.877 કરોડનાં 24828750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 731 સોદાઓમાં રૂ.100.77 કરોડનાં 26200 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 204 સોદાઓમાં રૂ.8.41 કરોડનાં 81.36 ટન, રબરના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.02 કરોડનાં 1 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,550.760 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 363.759 ટન, ક્રૂડ તેલમાં 707400 બેરલ અને નેચરલ ગેસમાં 7458750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 192925 ગાંસડી, મેન્થા તેલમાં 363.96 ટન, રબરમાં 52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 755 સોદાઓમાં રૂ.61.57 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 720 સોદાઓમાં રૂ.56.77 કરોડનાં 735 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 30 સોદાઓમાં રૂ.4.31 કરોડનાં 38 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 5 સોદાઓમાં રૂ..49 કરોડનાં 5 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 667 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 259 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 40 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 7,813ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,886 અને નીચામાં 7,666ના સ્તરને સ્પર્શી, 220 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 174 પોઈન્ટ ઘટી 7,785ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,504ના સ્તરે ખૂલી, 204 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 224 પોઈન્ટ ઘટી 15,363ના સ્તરે અને મેટલડેક્સ માર્ચ વાયદો 22,949ના સ્તરે ખૂલી, 539 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 416 પોઈન્ટ ઘટી 22572ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 83806 સોદાઓમાં રૂ.8,915.36 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,051.46 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.29.34 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,326.45 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.507.51 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 201.66 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.228.80 ખૂલી, ઊપરમાં રૂ.229.90 અને નીચામાં રૂ.123 રહી, અંતે રૂ.171.10 ઘટી રૂ.133.10 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.325 ખૂલી, ઊપરમાં રૂ.325 અને નીચામાં રૂ.195 રહી, અંતે રૂ.137.50 ઘટી રૂ.207.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10 ખૂલી, ઊપરમાં રૂ.17.95 અને નીચામાં રૂ.9.90 રહી, અંતે રૂ.8.15 ઘટી રૂ.11.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.230 ખૂલી, ઊપરમાં રૂ.377.50 અને નીચામાં રૂ.205 રહી, અંતે રૂ.131.20 વધી રૂ.355.90 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.180 ખૂલી, ઊપરમાં રૂ.207.50 અને નીચામાં રૂ.130 રહી, અંતે રૂ.54.50 વધી રૂ.188 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14 ખૂલી, ઊપરમાં રૂ.18.45 અને નીચામાં રૂ.11.90 રહી, અંતે રૂ.5 વધી રૂ.16.40 થયો હતો.
