Maharashtra

એમસીએક્સ મેટલડેક્સ વાયદો 360 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 19108ના ઉચ્ચતમ સ્તરે સોનાના વાયદાના ભાવમાં રૂ.57 અને ચાંદીમાં રૂ.197ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં તેજીનો માહોલઃ કોટન, મેન્થા તેલમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 47 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 77 પોઈન્ટની મૂવમેન્ટ

 

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,47,614 સોદાઓમાં કુલ રૂ.13,679.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1902 રૂ.181.18 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 324 સોદાઓમાં રૂ.25.40 કરોડનાં 356 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,441 સોદાઓમાં રૂ.144.53 કરોડનાં 1,527 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 137 સોદાઓમાં રૂ.11.25 કરોડનાં 137 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,226 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,975 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 121 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 6,561ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,610 અને નીચામાં 6,533ના સ્તરને સ્પર્શી, 77 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 44 પોઈન્ટ વધી 6,603ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,253ના સ્તરે ખૂલી, 47 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 27 પોઈન્ટ વધી 14,278ના સ્તરે બોલાયો હતો, આ સામે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,748ના સ્તરે ખૂલી, ઊપરમાં 19,108 અને નીચામાં 18,748ના મથાળે અથડાઈ દિવસદરમિયાન 360 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 313 પોઈન્ટ વધી 19066ના સ્તરે પહોંચ્યો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 35,686 સોદાઓમાં કુલ રૂ.2,070.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,694ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,786 અને નીચામાં રૂ.48,653 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.57 વધી રૂ.48,717ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.65 વધી રૂ.38,986 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.4,844ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,550ના ભાવે ખૂલી, રૂ.71 વધી રૂ.48,646ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,602ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,960 અને નીચામાં રૂ.62,578 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 197 વધી રૂ.62,885 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 186 વધી રૂ.63,096 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.189 વધી રૂ.63,089 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 31,982 સોદાઓમાં કુલ રૂ.2,415.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,699ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,808 અને નીચામાં રૂ.6,691 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.114 વધી રૂ.6,789 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.40 ઘટી રૂ.300.30 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,011 સોદાઓમાં રૂ.109.09 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,980 અને નીચામાં રૂ.37,610 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી રૂ.37,930ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.60 વધી રૂ.961.50 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 6,269 સોદાઓમાં રૂ.924.43 કરોડનાં 1,897.546 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 29,417 સોદાઓમાં કુલ રૂ.1,145.74 કરોડનાં 181.967 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 17,023 સોદાઓમાં રૂ.1,644.72 કરોડનાં 24,40,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,959 સોદાઓમાં રૂ.771 કરોડનાં 25595000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 916 સોદાઓમાં રૂ.105.55 કરોડનાં 27900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 95 સોદાઓમાં રૂ.3.54 કરોડનાં 36.72 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,256.055 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 587.294 ટન, ક્રૂડ તેલમાં 1334000 બેરલ અને નેચરલ ગેસમાં 11840000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 184425 ગાંસડી, મેન્થા તેલમાં 391.68 ટનના સ્તરે રહ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 59546 સોદાઓમાં રૂ.5,362.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73.40 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.59.97 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,049.52 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.172.27 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.94.80 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.99 ખૂલી, ઊપરમાં રૂ.142.50 અને નીચામાં રૂ.96.20 રહી, અંતે રૂ.37.50 વધી રૂ.133.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.80 ખૂલી, ઊપરમાં રૂ.16.95 અને નીચામાં રૂ.13.30 રહી, અંતે રૂ.0.40 ઘટી રૂ.14.95 થયો હતો. સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.215 ખૂલી, ઊપરમાં રૂ.245 અને નીચામાં રૂ.215 રહી, અંતે રૂ.6 વધી રૂ.232 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.159 ખૂલી, ઊપરમાં રૂ.159 અને નીચામાં રૂ.98.20 રહી, અંતે રૂ.53.90 ઘટી રૂ.105.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.20 ખૂલી, ઊપરમાં રૂ.15.65 અને નીચામાં રૂ.11.20 રહી, અંતે રૂ.1.45 વધી રૂ.14.80 થયો હતો. સોનું માર્ચ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.399 ખૂલી, ઊપરમાં રૂ.410.50 અને નીચામાં રૂ.374 રહી, અંતે રૂ.25 ઘટી રૂ.396 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *